તાજેતરમાં સોશિયલ મીડિયા પર EVM માં ગડબડી થઈ હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મધ્યપ્રદેશના ભીંડ ખાતે EVM માં થયેલી ગડબડીના સમાચાર દર્શાવતો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં EVM માં ગડબડી થઈ હોવાનો મધ્યપ્રદેશના ભીંડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 9 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *બધાય ગ્રુપ મા નાખી દયો evm મશીન બહિષ્કાર*. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મધ્યપ્રદેશના ભીંડ ખાતે EVM માં થયેલી ગડબડીના સમાચાર દર્શાવતો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ABP News દ્વારા 1 એપ્રિલ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના ભીંડમાં થનારી વિધાનસભાની પેટાચૂંટણીના મતદાન માટે ચૂંટણીપંચ દ્વારા યોજાયેલા વોટિંગ મશીનના ડેમોન્સ્ટ્રેશન વખતે વોટ આપવા માટેનું કોઈ પણ બટન દબાવવાથી કથિતપણે વોટ ભાજપને મળ્યાની પહોંચ બહાર આવતા વિવાદ સર્જાયો હતો. જેમાં કલેક્ટર, એસપી સહિત 12 જેટલા અધિકારીઓને હટાવવામાં આવ્યા હતા. જોકે તે જ સમયે, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સલીના સિંહે EVM સાથે છેડછાડના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, બે વાર બટન દબાવ્યા બાદ એક વખત કોંગ્રેસ માટે અને એક વખત ભાજપ માટે સ્લિપ નીકળી હતી.

અમારી વધુ તપાસમાં આજ ઘટનાની માહિતી સાથેના વધુ એક સમાચાર આજ તક દ્વારા 8 એપ્રિલ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ચૂંટણીપંચના આદેશ પર, આંધ્રપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી ભંવરલાલની આગેવાની હેઠળની તપાસ ટીમને જાણવા મળ્યું કે, EVMમાં કોઈ ખામી નથી. મતદાન દરમિયાન ત્રણ મશીનો છે: બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને VVPAT. આ VVPAT મશીન, જે 31 માર્ચે ભીંડમાં મતદાન અધિકારીઓની તાલીમ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, તેનો ઉપયોગ કાનપુરના ગોવિંદનગર વિસ્તારમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો.

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. navbharattimes.indiatimes.co | bbc.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં EVM માં ગડબડી થઈ હોવાનો મધ્યપ્રદેશના ભીંડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો EVM માં થયેલી ગડબડીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Misleading