તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરઘોડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચાલુ વરઘોડામાં વરરાજાને લઈને ભાગેલી ઘોડીની ઘટનાનો આ વીડિયો તાજેતરમાં પાટણ ખાતે બનેલી ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચાલુ વરઘોડામાં વરરાજાને લઈને ભાગેલી ઘોડીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં પાટણના રોડા ગામે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 2 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પાટણ જિલ્લામાં ઘોડી વરરાજા ને લઈને ભાગી.... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચાલુ વરઘોડામાં વરરાજાને લઈને ભાગેલી ઘોડીની ઘટનાનો આ વીડિયો તાજેતરમાં પાટણ ખાતે બનેલી ઘટનાનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ઝી 24 કલાક દ્વારા 17 ફેબ્રુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પાટણના હારીજ તાલુકાના રોડા ગામે અજીબ બનાવ્યો છે. વરઘોડે ચઢેલા વરરાજાને લઈને ઘોડી ભાગી છૂટ્યો હતો. ત્યારે જાનૈયાઓમાં જોવા જેવી થઈ હતી.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Gujarat Tak | The Loksatta

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર દિવ્યભાસ્કર દ્વારા પણ વર્ષ 2021 ના રોજ પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2021 માં બનેલી ઘટનાનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચાલુ વરઘોડામાં વરરાજાને લઈને ભાગેલી ઘોડીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં પાટણના રોડા ગામે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ચાલુ વરઘોડામાં વરરાજાને લઈને ભાગેલી ઘોડીની બનેલી ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Missing Context