શું ખરેખર ઈઝરાયલના ખેડૂતોએ શેરડીના વાવેતર માટે વિકસાવી છે નવી પદ્ધતિ…? જાણો સત્ય…

Agriculture False આંતરરાષ્ટ્રીય I International

ખેડૂત ‎નામના ફેસબુક પેજ દ્વારા 22 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈઝરાયેલ માં શેરડી ના વાવેતર ની પધ્ધતિ વધુમાં વધુ શેર કરજો અને ખેડૂતની આવી જ પોસ્ટ જોવા માટે પેજ લાઈક કરજો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 36 લોકોએ લાઈક કરી હતી. એક વ્યક્તિ દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. તેમજ 131 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook PostArchive | Photo Archive 

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈ ઈઝરાયેલમાં શેરડીના વાવેતરની નવીન પદ્ધતિ સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.22-15-24-20.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે યુટ્યુબનો સહારો લીધો હતો અને ઈઝરાયેલમાં શેરડીના વાવેતરની નવીન પદ્ધતિ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.06.22-15-28-18.png

ઉપરના પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી વધુ તપાસમાં પોસ્ટમાં દર્શાવેલા તમામ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ શોધવાની કોશિश કરી હતી. પરંતુ એમાં પણ અમને કોઈ યોગ્ય પરિણામ મળ્યું ન હતું.

અમે અમારી વધુ તપાસમાં ફેસબુકનો સહારો લઈ ફેસબુકના જ સર્ચ મેનુમાં Sugar Cane Farming સર્ચ કરતાં અમને નીચેના પરિણામ પ્રાપ્ત થયા હતા.

screenshot-www.facebook.com-2019.06.22-15-39-00.png

Archive

ઉપરના પરિણામોમાં અમને સૌથી ઉપર Innovative Sugar Cane Farming Division નામનું એક ફેસબુક પેજ પ્રાપ્ત થયું હતું. આ પેજ ઈરફાનુલ્લાહ ખાન નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે અને તે શેરડીના ઉત્પાદન માટે જુદા જુદા પ્રયોગો અને ટેકનોલોજીનો ઉપયાગ પણ કરે છે. ઈરફાનુલ્લાહ ખાન પાકિસ્તાનના લાહોર નજીકના ભાઈ ફેરુના રહેવાસી છે અને ત્યાં જ ખેતરમાં શેરડીના ઉત્પાદન પર નવા નવા પ્રયોગો કરે છે. આ પેજની અમે ધ્યાનથી મુલાકાત લીધી તો અમને ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા તમામ ફોટો આ પેજની પોસ્ટમાં પ્રાપ્ત થયા હતા જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2019.06.22-15-50-49.png

Facebook | Archive

આ ઉપરાંત ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેના તમામ ફોટો તમે Innovative Sugar Cane Farming Division ના પેજ પર જઈને જોઈ શકો છો.

વધુમાં અમને પાકિસ્તાનની એક ટીવી ચેનલનો વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયોમાં Innovative Sugar Cane Farming Division નામના પેજના માલિક ઈરફાનુલ્લા ખાન દ્વારા શેરડીના ઉત્પાદન માટે જે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરાના વીડિયોને ધ્યાનથી જોતાં પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોને પણ વીડિયોમાં જોઈ શકાય છે. આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો ઈઝરાયલના નહીં પરંતુ પાકિસ્તાનના છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે,પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટો ઈઝરાયલના નહીં પરંતુ પાકિસ્તાનના છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ઈઝરાયલના ખેડૂતોએ શેરડીના વાવેતર માટે વિકસાવી છે નવી પદ્ધતિ…? જાણો સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False