શું ખરેખર જર્મનીમાં પેટ્રોલના ભાવ વધતા લોકોએ આ પ્રકારે કાર મુકી દિધી હતી….? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ ભારે આક્રોશ છે. ત્યારે વિપક્ષ પેટ્રોલના ભાવમાં થયેલા મોટા વધારા માટે સરકાર પર સતત હુમલો કરી રહ્યો છે, ત્યારે સામાન્ય લોકોમાં પણ ગુસ્સો જોવા મળી શકે છે. આ દરમિયાન એક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં, ઘણી કારો એક સાથે થભી ગયેલી જોઇ શકાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો જર્મનીનો છે. સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં વધારો કર્યા બાદ લોકોએ ગાડી રસ્તા પર મૂકી દીધી હતી. 10 લાખથી વધુ કાર રસ્તા પર પાર્ક કરેલી જોઈને સરકારને પેટ્રોલની કિંમતમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો જર્મનીનો નહિં પરંતુ ચીનનો છે. સોશિયલ મિડિયામાં તેને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mukesh M MUchhadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ફેબ્રુઆરી 2021ના Jai ho Junagadh – જય હો જૂનાગઢ નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ફોટો જર્મનીનો છે. સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં વધારો કર્યા બાદ લોકોએ ગાડી રસ્તા પર મૂકી દીધી હતી. 10 લાખથી વધુ કાર રસ્તા પર પાર્ક કરેલી જોઈને સરકારને પેટ્રોલની કિંમતમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને અમને રેક્સફેટ્રેની ઇમેજ શટરસ્ટોક પર વાયરલ થયેલી ફોટો મળી હતી. આ ફોટો સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ ફોટો 30 સપ્ટેમ્બર, 2012ના રોજ ચીનના શેનઝેન શહેરમાં એક તહેવાર દરમિયાન થયેલા ટ્રાફિક જામનો છે. આ ફોટોમાં, રસ્તાના પરના સાઇન બોર્ડ અને કારની નંબર પ્લેટ પર ચીની ભાષા જોઇ શકાય છે.

Rexfeatre

તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી. દરમિયાન અમને ચીનના ટ્રાફિક જામ પર ધ ટેલિગ્રાફનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ ફોટોનો ઉપયોગ કરીને માહિતી આપવામાં આવી હતી કે, ચીનની સરકારે રજાઓ દરમિયાન ચીનમાં ટોલ ટેક્સ દૂર કરીને મફત માર્ગ મુસાફરીની મંજૂરી આપી હતી.

The Telegraph | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો જર્મનીનો નહિં પરંતુ ચીનનો છે. સોશિયલ મિડિયામાં તેને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર જર્મનીમાં પેટ્રોલના ભાવ વધતા લોકોએ આ પ્રકારે કાર મુકી દિધી હતી….?

Fact Check By: Yogesh Karia 

Result: False