વાયરલ વીડિયો ઓરિજિનલ વીડિયોના ભાગોને જોડીને બનાવવામાં આવ્યો છે. આમાં પ્રશ્ન દરમિયાન અલગથી અવાજ પણ ઉમેરવામાં આવ્યો છે.

કૌન બનેગા કરોડપતિ (KBC)ના નામે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ પર નિશાન સાધતા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં કેબીસીના હોસ્ટ અમિતાભ બચ્ચન સ્પર્ધકને વીસ હજાર રૂપિયાનો પ્રશ્ન પૂછતા બતાવવામાં આવ્યા છે. સવાલ એ છે કે, 'આમાંથી કયા મુખ્યમંત્રીને તેમની ખોટી જાહેરાતોને કારણે જાહેરાત મશીન કહેવામાં આવે છે?' સ્પર્ધક આનો જવાબ શિવરાજ સિંહ ચૌહાણ વિકલ્પ B તરીકે આપે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “KBCમાં અમિતાભ બચ્ચન દ્વારા શિવરાજ સિંહને લઈ સવાલ પુછવામાં આવ્યો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Labhu Variya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “KBCમાં અમિતાભ બચ્ચન દ્વારા શિવરાજ સિંહને લઈ સવાલ પુછવામાં આવ્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કરતા કેબીસી ઈન્ડિયાની યુટ્યુબ ચેનલ પર વાયરલ વિડિયો સાથેનો સ્પર્ધકનો વીડિયો જોવા મળ્યો. તે 20 જાન્યુઆરી 2023ના અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં હોટસીટ પર બેસેલા વ્યક્તિનું નામ ભૂપેન્દ્ર ચૌધરી તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તે મધ્યપ્રદેશના ખુરાઈનો રહેવાસી છે.

આ વીડિયોમાં 18:50 સેકન્ડથી વાઈરલ થયેલા ફૂટેજ જોઈ શકાય છે. પરંતુ આમાં વીસ હજારનો સવાલ રાજકારણ વિશે નહીં, ફિલ્મ વિશે પૂછવામાં આવ્યો હતો.

અમિતાભ દ્વારા સવાલ પુછવામાં આવ્યો હતો કે, ‘આમાંથી કઈ ફિલ્મ રમતવીર વિશે નથી?’ આ માટે તેમને વિકલ્પો આપવામાં આવ્યા હતા, A – સાઇના, B – પીકુ, C – ભાગ મિલ્ખા ભાગ, D – વેલ ડન મિથુ.

ઓરિજનલ સવાલ અને વાયરલ વીડિયોમાંના ફેક સવાલ વચ્ચેનો તફાવત તમે નીચે વાંચી શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને ન્યુઝવેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ X પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિશે નકલી વીડિયો પોસ્ટ કરવા બદલ કોંગ્રેસ નેતા કેકે મિશ્રા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.”

તેમજ એક ફેસબુક પેજ પર ભૂપેન્દ્ર ચૌધરીનો એક વીડિયો જોવા મળ્યો હતો. આમાં તે વાયરલ વીડિયોનું ખંડન કરતા સાંભળી શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, KBCનો એડિટેડ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયો ઓરિજિનલ વીડિયોના ભાગોને જોડીને બનાવવામાં આવ્યો છે. આમાં પ્રશ્ન દરમિયાન અલગથી અવાજ પણ ઉમેરવામાં આવ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake Check: શિવરાજ સિંહ ચૌહાણ વિશે KBCમાં સવાલ પૂછાયો ન હતો… જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False