
Rashmikant Pandya નામના ફેસબુક યુઝર દ્વારા 6 સપ્ટેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મિત્રો. સમાજ કલ્યાણ ખાતા દ્વારા કમઁકાંડની તાલીમ માટે જાહેરાત આપવામાં આવી છે. અમદાવાદ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા સાથે આ તાલીમ સરકાર દ્વારા આપવાની યોજના અંતર્ગત અરજીઓ મંગાવી છે. પરંતુ માત્ર બે જ અરજી જિલ્લા અધિકારી ને મળી છે.આપણે આ યોજના નો બહોળો પ્રચાર કરીશું તો યોજના ચાલુ રહી શકશે. અન્યથા બંધ થઈ જશે. જાહેરાત આ ગૃપ મા પોસ્ટ કરેલી છે. 50 અરજી થાય તેવા પ્રયત્નો કરવા મારી અપીલ છે. બાહમણ ગૃપ માં forward કરશો. ભાવેશભાઇ દવે મો 9558123114. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા બ્રાહ્મણો માટે અમદાવાદમાં રહેવા – જમવાની સગવડ સાથે કર્મકાંડની તાલીમ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ પોસ્ટને 7 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
અન્ય પણ ઘણા લોકો દ્વારા ફેસબુક પર આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.


સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ખરેખર આ પ્રકારની કોઈ યોજના બ્રાહ્મણો માટે છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા મોબાઈલ નંબર 9558123114 પર ભાવેશભાઈનો સંપર્ક કરી આ સમગ્ર યોજના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આવી કોઈ યોજના છે કે કેમ? તેની મને કોઈ જ માહિતી નથી. એક દિવસ મારા ચોકરા પાસે મારો મોબાઈલ હતો અને વોટ્સઅપ પર આ પ્રકારે મેસેજ આવતાં તેણે આ મેસેજમાં મારું નામ અને નંબર એડ કરી એ પોસ્ટ વોટ્સઅપ ગ્રુપમાં મૂકી હતી. ત્યારથી લઈ આજ સુધી હું કંટાળી ગયો છું. મારા પર રોજેરોજ કોલ આવે છે.”
હવે ખરેખર આવી કોઈ યોજના સમાજ કલ્યાણ ખાતા દ્વારા અમલમાં મૂકવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે અમે સમાજ કલ્યાણ ખાતાની ઓફિસમાં ફરજ પરના અધિકારી સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ યોજના સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકો માટે જ અમલમાં મૂકવામાં આવી છે. બ્રાહ્મણો માટે આ યોજના નથી.” વધુમાં તેઓએ અમને આ યોજનાનું નામ ‘સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના’ હોવાની માહિતી પણ આપી હતી.
અંતમાં અમે આ યોજના અંગે ગુગલ પર સર્ચ કરતાં અમને ગુજરાત સરકારની વેબસાઈટ sje.gujarat.gov.in પર આ .જના અંગેની તમામ માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ યોજના ફક્તને ફક્ત અનુસૂચિત જાતિના લોકો માટે જ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ બ્રાહ્મણોને મળે એ માહિતી ખોટી છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ‘સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના’ અનુસૂચિત જાતિના લોકો માટે છે બ્રાહ્મણો માટે નહીં.
પરિણામ
અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ‘સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના’ અનુસૂચિત જાતિના લોકો માટે છે બ્રાહ્મણો માટે નહીં.
છબીઓ સૌજન્ય :ગુગલ

Title:શું ખરેખર બ્રાહ્મણો માટે સમાજ કલ્યાણ ખાતા દ્વારા કર્મકાંડની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Mixture
