શું ખરેખર તેલંગણામાં હિન્દુઓના ઘર તોડી પાડ્યા તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

A Bajaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020 ના મારૂં ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તેલંગાણા માં હિન્દુ ઓ ના ૬૦ ઘર સળગાવી દીધા ૭૦ટુ વિલ ગાડી અને ૬૦થી વધારે ઘર લુંટી લિધા અનૈ ગામો ખાલી કરાવયા અને શહેરમાં થી પણ હિન્દુ ઓને લુંટી મકાનો ઉપર કબજો કરતા મુસ્લિમો બહેન દિકરીઓ ની આબરૂ બચાવવા ભાગ્યા હિન્દુ ઓ. આ વીડિયો ક્લિપ ઓછામાં ઓછા દસ ગ્રુપમાં મોકલો જેથી કરીને આપણા રાષ્ટ્રનું ભારત દેશનું કલ્યાણ થાય સૂતેલા હિન્દુઓ જાગે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 8 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તેલગંણામાં હિન્દુઓના 60 ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. 70 વાહનોને આગ લગાડી દેવામાં આવ્યા આ તેનો વિડિયો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામ પરથી અમને આ વિડિયો 2018થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યુ હતું. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. જે પરિણામો પરથી અમને INDSPICE.COM નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, તામિલનાડુના થેની જિલ્લામાં મુસ્લિમ અને દલિત વચ્ચે ઝગડો થયો હતો, દરમિયાન મુસ્લિમો દ્વારા દલિતોના 50 ઘરોમાં નુકશાન પહોચાડવામાં આવ્યુ હતુ, તેમજ 3 વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા. તેમજ આ ઘટનામાં 30થી વધૂ લોકોને ઈજા પહોંચી હતી. 

INDSPICE.COM | ARCHIVE

આ સમાચારને ઘ હિન્દુ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે પણ તમે નીચે વાંચી શકો છો. 

THE HINDU | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો તેલગંણાનો નહિં પરંતુ વર્ષ 2018નો તામિલનાડુનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં તેલગંણામાં બનેલી ઘટનાનો નથી. પરંતુ વર્ષ 2018માં દલિત અને મુસ્લિમો વચ્ચે તામિલનાડુમાં થયેલ ઘર્ષણનો વિડિયો છે. 

Avatar

Title:શું ખરેખર તેલંગણામાં હિન્દુઓના ઘર તોડી પાડ્યા તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: False