ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Wipro ના માલિક અઝીમ પ્રેમજી એ કોરોના સંકટથી લડવા માટે 50000 કરોડ ની આર્થિક મદદ આપી.. ભક્તો અદાણી અંબાણી એ કેટલા હજાર કરોડ દીધા કહેશો ? ડૂબી મરજો આંકડો ન મળે તો..” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 507 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 47 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 116 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિપરોના માલિક અઝિમ પ્રેમજી દ્વારા કોરોનાના સંકટ સામે લડવા 50 હજાર કરોડનું દાન આપવામા આવ્યુ.”

FACEBOOK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર અઝીમ પ્રેમજી દ્વારા 50 હજાર કરોડનું દાન લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ABP ASMITAનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં અઝીમ પ્રેમજીનું નિવેદન તેઓ દ્વારા મુકવામાં આવ્યુ હતુ અને જણાવવામાં આવ્યુ હતુ કે, “અઝીમ પ્રેમજીએ આ વાતને સાવ ખોટી જણાવી છે અને તેઓએ માર્ચ 2019માં જ પોતાના રૂપિયા 52750 કરોડની કિંમતના શેર અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને આપી દીધા હતા.”

ABP ASMITA | ARCHIVE

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, “અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા કોરોના સામેની લડાઈમાં 1125 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.”

પરિણામ

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, અઝીમ પ્રેમજી દ્વારા કોરોના સામેની લડાઈમાં 50 હજાર કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા રૂપિયા 1125 કરોડ રૂપિયાનું જ દાન આપવામાં આવ્યુ છે.

Avatar

Title:શું ખરેખર અઝીમ પ્રેમજી દ્વારા 50 હજાર કરોડનું દાન કોરોના સામે લડવા માટે આપવામાં આવ્યુ...? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False