
Uchcharang Jethwaનામના ફેસબુક યુઝર દ્વારા ગત તા.10 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 50 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 25 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાહુલ ગાંધીના જન્મે સમયે હાજર નર્સની ઉંમર 13 વર્ષની હતી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવીની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 1 જૂન 2019ના ઈન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. સમાચારમાં લખવામાં આવ્યુ હતુ કે, 72 વર્ષના સેવા નિવૃત્ત નર્સને 49 વર્ષ પછી રાહુલ ગાંધીને સામે જોઈ ગળે મળ્યા હતા. આ સમાચાર મુજબ રાજમ્મા હાલ 72 વર્ષની છે.

ત્યારબાદ અમને 10 જૂન 2019ના હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પ્રકાશિકત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં જણાવ્યુ હતુ કે, “ આ મુલાકાત 72 વર્ષીય વાવાતિલ રાજમ્મા માટે ખૂબ ભાવનાત્મક હતી. જે ન્યુ દિલ્લીના હોલી ફેમિલી હોસ્પિટલના એક પૂર્વ નર્સ છે.”

ઘણા પ્રતિષ્ઠિત મિડિયા સંગઠનો દ્વારા પણ આ મુલાકાતના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં આ નર્સ રાહુલ ગાંધીના જન્મ સમયે હાજર હતી અને હાલ તે 72 વર્ષની છે. તે જણાવવામાં આવ્યુ હતુ.
ધ હિન્દુ | ARCHIVE |
ધ ક્વિંટ | ARCHIVE |
રિપબ્લિક વલર્ડ | ARCHIVE |
એશિયન એજ | ARCHIVE |


આ સિવાય, ધ આઉટલુક દ્વારા પ્રકાશિત એક વિસ્તૃત રિપોર્ટમાં જણાવાવામાં આવ્ચુ હતુ કે રાજમ્મા વાવાતિલ, જે 1970માં હોલી ફેમિલી હોસ્પિટલમાં નર્સ હતા. તે સમયે તેમની ઉંમર 23 વર્ષની હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વાવાતિલ રાજમ્માનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રાજમ્માએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, મારી જન્મ તારીખ 1 જૂન 1947 છે. હું 1970માં ન્યુ દિલ્લીમાં હોલી ફેમિલી હોસ્પિટલમાં એક પ્રશિસ્તી નર્સ હતા. ત્યારે મારી ઉંમર 23 વર્ષની હતી. મારી સામે જ રાહુલ ગાંધીનો જન્મ થયો હતો. મારે કોઈને એ વાતની સાબિતી આપવી જરૂરી નથી કે હું કોંગ્રેસની સમર્થક છું. હું માત્ર એ બાળકને જો માંગતી હતી જેનો જન્મ મારી સામે થયો હતો.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ વાવાતિલના પુત્ર સાથે વાત કરી હતી જેમણે વાવાતિલની ઉમ્રને સાબિત કરવા માટે દસ્તાવેજ આપ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત ફોટો સાબિત કરે છે કે, રાજમ્માનો જન્મ 1 જૂન 1947 માં થયો હતો. એટલે 19 જૂન 1970ના (રાહુલ ગાંધીનો જન્મદિવસ)ના દિવસે તેમની ઉમ્ર 23 વર્ષની હતી. 13 વર્ષની ન હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રાહુલ ગાંધીના જન્મ સમયે નર્સ રાજમ્માની ઉંમર 23 વર્ષની હતી.

Title:શું ખરેખર રાહુલ ગાંધીના જન્મ સમયે હાજર નર્સની ઉંમર 13 વર્ષની હતી..?જાણો શું છે સત્ય..
Fact Check By: Frany KariaResult: False
