શું ખરેખર કોઈ ઓફિસરે ભાજપનો ખેસ પહેરી ફરજ બજાવી..? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

હિના પંડયા નામના ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, #હવે ભરોસો કરી શકાય ન્યાયતંત્ર ઉપર..?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 370 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાના મંતવ્ય જણાવવમાં આવ્યા હતા, તેમજ 235 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ સાથે શેર કરવમાં આવેલા ફોટોના માધ્યમથી દાવો કરવમાં આવી રહ્યો હતો કે, કોઈ પોલીસ ઓફિસરે ભાજપનો ખેસ ધારણ કર્યો.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવમાં આવેલા દાવાની પડતાલ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામ મળ્યા હતા.

ARHCHIVE

રિવર્સ ઈમેજ ના માધ્યમથી મળેલા પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો ITBP (ઈન્ડિયન ટીબેટીયન બોર્ડર પોલીસ)ના નિવૃત અધિકારીનો છે. 26 એપ્રિલ 2019ના ધર્મશાળામાં દાંડી મેદાનમાં ભાજપની રેલીમાં ITBPના નિવૃત આસિસ્ટંટ કમાન્ડેટ ઓમપ્રકાશ પાર્ટીમાં જોડયા હતા. ત્યારે તેમણે પોતાની વર્દી પહેરી હતી અને ભાજપમાં જોડાતા સ્ટેજ પર હાજર પાર્ટી આગેવાનો દ્વારા તેમને ખેસ પહેરાવવમાં આવ્યો હતો. Inhimachal.in નામની વેબ સાઈટ દ્વારા આ સમાચાર પ્રસારિત પણ કરવમાં આવ્યા હતા.

ARCHIVE

ઓમપ્રકાશ દ્વારા પત્રકારોને જણાવવમાં આવ્યુ હતુ કે, અરૂણાચલ પ્રદેશમાં તેઓ પોતાની ફરજ દરમિયાન નિવૃત થયા હતા. આ રેલી દરમિયાન ઓમ પ્રકાશ દ્વારા નેતાઓંને સલામ મારવામાં આવી હતી, જેના જવાબ તેમણે જણાવ્યુ હતુ કે, તેના માટે તેણે અનુમતી લીધી હતી. અમર ઉજાલા દ્રારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

અમરઉજાલા દ્રારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર તમે નીચેની લિંક પર ક્લિંક કરી વાંચી શકો છો.

AMAR UJJALA

ઉપરોક્ત પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવ્યો છે તે જ ફોટો શિમલા ગ્રામ્ય કોંગ્રેસના ઉમેદવાર વિક્રમઆદિત્ય સિંહ દ્વારા પોતાના ફેસબુક પેજ પર 26 એપ્રિલ 2019ના શેર કરવામાં આવ્યો હતો. જે ફોટોના કારણે વિવાદ સર્જાયો હતો.

ARCHIVE

જે વિવાદ સર્જાયો હતો તે વાંચવા માટે નીચેની લિંક પર ક્લિંક કરો

inhimachal.in | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, જે ફોટો વાયરલ કરવામાં આવ્યો છે તે ITBPના રિટાયર્ડ અધિકારી છે અને તે 26 એપ્રિલે ભાજપમાં જોડાયા ત્યારનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ફોટો શેર કરી જે દાવો કરવામાં આવ્યો છે તે ખોટો સાબિત થાય છે. જે ફોટો વાયરલ કરવામાં આવ્યો છે તે ITBPના રિટાયર્ડ અધિકારી છે.

Avatar

Title:શું ખરેખર કોઈ ઓફિસરે ભાજપનો ખેસ પહેરી ફરજ બજાવી..? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False