બાંગ્લાદેશમાં આવેલા પૂરનો જૂનો ફોટો આસામમાં આવેલા પૂરના નામે વાયરલ.. જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

પારકી પંચાત નામના ફેસબુક પેજ દ્વારા 20 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Real “Bahubali” of Assam who saved a fawn from drowning  Salute and Bless him #assam #flood #salute #bravo #proud #courage #humanity #bahubali. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આસામમાં આવેલા પૂરમાં બાહુબલીની જેમ એક યુવાન દ્વારા હરણનો બચાવ કરવામાં આવ્યો તેના આ ફોટો છે. આ પોસ્ટને 17 લોકોએ લાઈક કરી હતી. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.07.23-19_13_38.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર વડાપ્રધાન પોસ્ટમાં મૂકવામાં આવેલા હરણના બચાવના ફોટો આસામ ખાતે આવેલા પૂરના છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને સર્ચ કરતાં અમને dailymail.co.uk દ્વારા 6 ફેબ્રુઆરી, 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બાંગ્લાદેશમાં આવેલા પૂરના પાણીમાં તણાઈ રહેલા એક હરણના બચ્ચાને બચાવવા માટે યુવાને પોતાના જીવને જોખમમાં મૂકી દીધો. 

image4.png

Archive

અમારી વધુ તપાસમાં અમને V6 News Telugu દ્વારા પણ તેની સત્તાવાર યુટ્યુબ ચેલન પર 8 ફેબ્રુઆરી, 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ આ ઘટના બાંગ્લાદેશમાં બની હોવાની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

વધુમાં અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Health Apta | Bongo TV

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા હરણને બચાવતા બાહુબલી યુવાનના ફોટા વર્ષ 2014 માં બાંગ્લાદેશ ખાતે આવેલા પૂરના છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા હરણને બચાવતા બાહુબલી યુવાનના ફોટા વર્ષ 2014 માં બાંગ્લાદેશ ખાતે આવેલા પૂરના છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:બાંગ્લાદેશમાં આવેલા પૂરનો જૂનો ફોટો આસામમાં આવેલા પૂરના નામે વાયરલ.. જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False