
પ્રિયંકા ગાંધી લખમીપુર જઈ રહી હતી ત્યારે સીતાપુર વિસ્તારમાં પોલીસે તેમની અટકાયત કરી હતી. ત્યારથી પ્રિયંકા ગાંધી ટોક ઓફ ધ ટાઉન રહી છે. થોડા દિવસો પહેલા તેમનો એક નકલી વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થતો જોવા મળ્યો હતો, જેને ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીએ નકારી કાઢયો હતો. તે વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના લોગો સાથેની રંગોળી સાફ કરી રહ્યા હતા.
હવે સોશિયલ મિડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટામાં, પ્રિયંકા ગાંધી સફાઈ કરતા જોવા મળે છે અને એક પત્રકારની નીચે સૂઈ તેમનો ફોટો લઈ રહ્યો છે અને અન્ય લોકો ત્યાં ઉભા રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રિયંકા ગાંધી દ્વારા સફાઈ કરતી વખતે આ રીતે ફોટો શૂટ કરવવામાં આવ્યુ.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વાયરલ ફોટોમાં ગ્રાફિક્સની મદદથી મૂળ ફોટોમાં પત્રકારના ફોટાને ઉમેરવામાં આવ્યો છે. મૂળ તસવીરમાં પ્રિયંકા ગાંધી શેરીઓમાં સફાઈ કરતી જોવા મળે છે. પરંતુ ફોટોગ્રાફરને જોઈ શકાતો નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રિયંકા ગાંધી દ્વારા સફાઈ કરતી વખતે આ રીતે ફોટો શૂટ કરવવામાં આવ્યુ.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને અમને પ્રીતિ ગાંધી નામના ભાજપના કાર્યકર્તા દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર પર પોસ્ટ કરેલો આ જ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં માત્ર પ્રિયંકા ગાંધી સફાઈ કરતા જોવા મળે છે. તેમજ તેમની આસપાસ ઉભેલા લોકો જોવા મળે છે. પરંતુ કોઈ પત્રકાર તેની નીચે સૂતેલો જોવા મળ્યો ન હતો.
ઓરિજનલ ફોટો અને વાયરલ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે વાયરલ ફોટોમાં પત્રકારનો ફોટો ક્યાંથી આવ્યો છે. અમને pxfuel નામની વેબસાઇટ પર આ પત્રકારનો ફોટો મળ્યો.
ઉપરોક્ત ફોટો અને વાયરલ ફોટોની સરખામણી કર્યા પછી, અમને જાણવા મળ્યું કે બંને ફોટા એક જ વ્યક્તિના છે. નીચે સુઈ ફોટો લેનાર વ્યક્તિના કપડાં, પગ અને બેગ બંને ફોટામાં સમાન છે. તમે નીચે બે ફોટાની સરખામણી જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ ફોટોમાં ગ્રાફિક્સની મદદથી મૂળ ફોટોમાં પત્રકારના ફોટાને ઉમેરવામાં આવ્યો છે. મૂળ તસવીરમાં પ્રિયંકા ગાંધી શેરીઓમાં સફાઈ કરતી જોવા મળે છે. પરંતુ ફોટોગ્રાફરને જોઈ શકાતો નથી.

Title:શું પ્રિયંકા ગાંધી સફાઈ કરી રહ્યા છે ત્યારે પત્રકાર જમીન પર સુઈને ફોટો લઈ રહ્યા છે…?
Fact Check By: Yogesh KariaResult: Satire
