વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં પણ ચપ્પલ પહેર્યા હોવાની ખોટી માહિતી સાથેનો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં પણ ચપ્પલ પહેર્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં જ પોતાના પગરખાં જાતે જ બહાર નીકાળી દીધા હતા. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Azad Yuva નામના ફેસબુક યુઝર દ્વારા 21 જાન્યુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં પણ ચપ્પલ પહેર્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના વીડિયો સમાચાર ઈટીવી આંધ્રપ્રદેશ દ્વારા 3 મે, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ વાર કેદારનાથ મંદિરની મુલાકાત લીધી તે સમયનો આ વીડિયો છે.
આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને 3.47 મિનિટ પર એ જોવા ણલ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફેદ રંગના બૂટ પહેરેલા છે.
આ વીડિયોમાં આગળ અમને 6.07 મિનિટ પછી એ પણ જોવા મળ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરમાં પ્રવેશતાં પહેલાં પોતાના બૂટ જાતે જ નીકાળે છે. ત્યાર બાદલ જ તેઓ મંદિરમાં પ્રવેશ કરે છે. ત્યાર બાદ તેઓ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ જ બહાર નીકળે છે. એ સમયનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચપ્પલ નહીં પરંતુ એવા રંગના મોજા પહેર્યા હતા જે ચપ્પલ જેવા દેખાઈ રહ્યા છે.
આજ વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને NMF News દ્વારા પ્રસારિત કરાવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં પ્રવેશતાં પહેલાં પોતાના બૂટ ઉતારવા આવેલા ઓફિસરને રોક્યો હતો અને જાતે જ પોતાના બૂટ ઉતાર્યા હતા. આ સમયે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૂટની અંદર પહેરેલા મોજાં જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં જ પોતાના પગરખાં જાતે જ બહાર નીકાળી દીધા હતા. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં પણ ચપ્પલ પહેર્યા હોવાની ખોટી માહિતી સાથેનો ફોટો વાયરલ... જાણો શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: False