જાણો બિપોરજોય વાવાઝોડાને નામે વાયરલ થઈ રહેલા જૂના વીડિયો અને ફોટોનું શું છે સત્ય
તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવ્યું હતું ત્યારે સોશિયલ મીડિયા પર આ વાવાઝોડાના ઘણા બધા વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં વાવાઝોડાને કારણે એક પતરું ઉડીને આવે છે અને એક યુવકને વાગતા વાગતા રહી જાય છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભયંકર વાવાઝોડાને લીધે રાજસ્થાન ખાતે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2022 થી આ વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર આ વાવાઝોડાના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં વાવાઝોડાને કારણે એક રબરના હાથીનું રમકડું હવામાં ઉડી રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભયંકર વાવાઝોડાને લીધે હાથી હવામાં ઉડ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2021 થી આ વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત મૃત્યુ પામેલા પક્ષીઓનો એક ફોટો પણ તાજેતરમાં આવેલા બિપોરજોય વાવાઝોડાને નામે વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો પણ તાજેતરનો નહીં પરંતુ આ ફોટો પણ વર્ષ 2021 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
News Inside Media નામના ફેસબુક પેજ દ્વારા 30 મે, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રાજસ્થાનના જોધપુરના ભયાનક દ્રશ્યો : વંટોળ ફૂંકાતા અચાનક જ પતરૂં ઉડીને આવ્યું સીધું યુવક પાસે, જો સમયસર ખસી ન ગયો હોત તો... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભયંકર વાવાઝોડાને લીધે રાજસ્થાન ખાતે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે.
Foody world નામના ફેસબુક પેજ દ્વારા 16 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વાવાજોડા માં હાથી પણ ઉડ્યો હવામાં, જુઓ વિડિઓ…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભયંકર વાવાઝોડાને લીધે હાથી હવામાં ઉડ્યો તેનો આ વીડિયો છે.
Sadbhavna Vrudhashram નામના ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ૐ શાંતિ બીપોરજોય વાવાઝોડા ની કુદરતી આફત સામે ઝઝુમી ને આખરે મોત ને ભેટેલા અબોલ જીવ..હે ઈશ્વર રક્ષા કરો એવી પ્રાર્થના... પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આવેલા બિપોરજોય વાવાઝોડાને લીધે મૃત્યુ પામેલા પક્ષીઓનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ndtv.in દ્વારા 11 ઓક્ટોમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ભયંકર વાવાઝોડાને પગલે પતરું ઉડીને આવ્યું પરંતુ યુક ખસી જતાં તેનો જીવ બચી ગયો.
જોકે આ સમગ્ર સમાચારમાં આ વીડિયો ક્યાંનો છે એ જણાવવામાં આવ્યું નથી. પરંતુ એ સ્પષ્ટ છે કે, આ વીડિયો હાલનો નહીં પરંતુ જૂનો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો સાથેના સમાચાર abplive.com દ્વારા પણ 11 ઓક્ટોમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
અમારી વધુ તપાસમાં અમને એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા પણ આજ વીડિયો 21 ઓગષ્ટ, 2022 ના રોજ તેના ઈન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવ્યો હતો.
ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર Decode Trend દ્વારા 2 નવેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના અમેઠી ખાતે ભારે પવનના કારણે હાથીનો એક ગુબ્બારો હવામાં ઉડ્યો હતો તેનો આ વીડિયો છે.
આજ માહિતી સાથેના અન્ય વીડિયો પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. jantaserishta.com | zeenews.india.com
એક ફેસબુક યુઝર દ્વારા પણ પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 29 ઓક્ટોમ્બર, 2021 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં પણ આ વીડિયો અમેઠીનો હોવાનું જણાવવામાં આવ્યું છે.
હવે મરેલા પક્ષીઓના ફોટાની વાત કરીએ તો અમને ગુગલ રિવર્સ ઈમેજ દ્વારા આજ ફોટો 18 મે, 2021 ના રોજ એક ટ્વિટર યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
વધુ એક ટ્વિટર યુઝર દ્વારા પણ વર્ષ 2021 માં આજ ફોટો ટ્વિટ કરવામાં આવ્યો હતો. જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે, મરેલા પક્ષીઓનો આ ફોટો હાલનો નહીં પરંતુ જૂની ઘટનાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો તેમજ ફોટો મૂકવામાં આવ્યા છે એ તાજેતરમાં બનેલી ઘટનાના નહીં જૂના છે. આ વીડિયો અને ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો બિપોરજોય વાવાઝોડાને નામે વાયરલ થઈ રહેલા જૂના વીડિયો અને ફોટોનું શું છે સત્ય
Written By: Vikas VyasResult: False