આમ આદમી પાર્ટીના કેબિનેટનું આ લિસ્ટ વર્ષ 2020થી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જે તદ્દન ફર્જી છે. તેને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પકડ વધી રહી હોવાનું પણ આઈબીના રિપોર્ટમાં સામે આવ્યુ છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં કેજરીવાલને ટાર્ગેટ કરીને આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીની આમ આદમી પાર્ટીના કેબીનેટ મંત્રીની યાદી છે જેમાં તમામ મંત્રીઓ મુસ્લિમ છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Uchhrang Jethwa નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીની આમ આદમી પાર્ટીના કેબીનેટ મંત્રીની યાદી છે જેમાં તમામ મંત્રીઓ મુસ્લિમ છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે આ મેસેજ અંગે તપાસકર્તા દિલ્હી ઈલેક્શન વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર આમ આદમી પાર્ટીના વર્ષ 2020ના ઉમેદવારોની યાદી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો. તેમાં અને વાયરલ લિસ્ટમાં ઘણો તફાવાત છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ દિલ્હી સરકારની ઓફિશિયલ વેબસાઈટ પર કેબીનેટ મિનિસ્ટરની યાદી આપવામાં આવી હતી, જેમાં માત્ર 6 જ કેબીનેટ મંત્રી હતા. જે તમે નીચે જોઈ શકો છો. જેમાં એક જ મુસ્લિમ મંત્રી છે. અન્ય કોઈ મુસ્લિમ કેબીનેટ મંત્રી નથી.

તેમજ વર્ષ 2020માં પણ આ જ યાદી સોશિયલ મિડિયામાં દિલ્હી વિધાનસભાના ઉમેદવારની યાદી તરીકે વાયરલ થઈ હતી જેની પડતાલ પણ ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતી દ્વારા કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી યાદી દિલ્હીના કેબીનેટ મંત્રીઓની નથી. આ માહિતી લોકોને ભ્રામક કરવા ફેલાવવામાં આવી રહી છે. દિલ્હી કેબીનેટમાં 6 જ મંત્રી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:આમ આદમી પાર્ટીની દિલ્હી કેબિનેટમાં તમામ મુસ્લિમ મેમ્બર હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
