જાણો 2000 ની નોટ બંધ થવા અંગેની વાયરલ માહિતીનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર 2000 ની નોટ બંધ થાવા અંગેની માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા 2000 રુપિયાની નોટ તાત્કાલિક ધોરણે ચલણમાંથી બંધ કરી દેવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, RBI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, 2000 રુપિયાની નોટનું છાપકામ બંધ કરવામાં આવ્યું છે. આ નોટ હાલમાં સપ્ટેમ્બર 2023 સુધી કોઈ પણ જગ્યાએ લીગલ ટેન્ડરમાં ચાલુ રહેશે એટલે કે એનો નાણાંકીય વ્યવહાર થઈ શકશે. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા અધૂરી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Zoeb Shaikh નામના ફેસબુક યુઝર દ્વારા 19 મે, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આજથી 2000 ની નોટ બંધ. ફેકતાં પહેલાં ચીપ કાઢી લેજો. જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા 2000 રુપિયાની નોટ તાત્કાલિક ધોરણે ચલણમાંથી બંધ કરી દેવામાં આવી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને gujarati.abplive.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલી આજ માહિતી સાથેના સમાચાર 19 મે, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. RBIના નિર્ણયનો અર્થ એ છે કે, 2000 રૂપિયાની નોટ હવે ચલણમાં નહીં રહે. જો કે, આ રૂપિયો લીગલ ટેન્ડર રહેશે.
વધુમાં RBIએ જણાવ્યું હતું કે, 30 સપ્ટેમ્બર સુધી આ નોટો માન્ય ચલણ (સર્ક્યુલેશન) રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં રૂ. 2000ની નોટો છે તેમણે તેને બેન્કમાંથી એક્સચેન્જ કરાવવી પડશે
અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. tv9gujarati.com | zeenews.india.com | vtvgujarati.com
ઉપરોક્ત તમામ માહિતી પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2000 ની નોટ પરત લેવાનો નિર્ણય લીધો છે. એ પણ 30 સપ્ટેમ્બર સુધી આ નોટ ચલણમાં ચાલુ રહેશે ત્યાર બાદ જ બંધ કરવામાં આવશે.
અમારી વધુ તપાસમાં અમને RBI ની સત્તાવાર વેબસાઈટ પર 2000 ની નોટને લગતો બહાર પાડવામાં આવેલો એક પરિપત્ર પ્રાપ્ત થયો હતો. જેમાં પણ ઉપર મુજબની જ માહિતી આપવામાં આવી હતી.
PR257180523ALL-BANKS64E5FDBEBAE14112A3ACE71F04AE5E2Fપરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, RBI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, 2000 રુપિયાની નોટનું છાપકામ બંધ કરવામાં આવ્યું છે. આ નોટ હાલમાં સપ્ટેમ્બર 2023 સુધી કોઈ પણ જગ્યાએ લીગલ ટેન્ડરમાં ચાલુ રહેશે એટલે કે એનો નાણાંકીય વ્યવહાર થઈ શકશે.
Title:જાણો 2000 ની નોટ બંધ થવા અંગેની વાયરલ માહિતીનું શું છે સત્ય....
Written By: Vikas VyasResult: Missing Context