
અમદાવાદ સહિત ગુજરાતમાં મહાનગર પાલિકાની સ્થાનિક ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાવા જઈ રહી છે. ત્યારે તમામ પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક ન્યૂઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેની શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદની પૂર્વ બેઠક પરથી અભિનેત્રી સની લિઓન લોકસભાની ચૂંટણી લડવાની છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ન્યુઝ પેપરના ક્ટિંગને ધ્યાનથી વાંચતા તેમા વર્ષ 2019ના ચાલતા મુદ્દાઓનો ઉલ્લેખ જોવા મળ્યો હતો, જેમ કે Mee to મુવમેન્ટ, ભાજપા દ્વારા ફિલ્મ કલાકારને મેદાને ઉતારવાની વાત, આ વાતો ન્યુઝ પેપરનું ક્ટિંગ જુનુ હોવાનુ જણાવી રહ્યા હતા.
તેથી અમે ગૂગલ પર સર્ચ કરતા અમને 2019ની ટ્વિટર પર એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી જેની સાથે આ જ ન્યુઝ પેપરનું ક્ટિંગ શેર કરવામાં આવ્યુ હતુ, તમે નીચે આ ન્યુઝ પેપરનું ક્ટિંગ જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને આ જ પોસ્ટ ગુજરાત સમાચારની 1 એપ્રિલ 2019ની તમામ શહેરની આવૃતીમાં પોસ્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાત સમાચારના ડીજીટલ હેડ તુષાર દવે જોડે વાત કરી હતી. તેમણે અમેને જણાવ્યુ હતુ કે, પહેલાના સમયમાં સમાચાર પત્રો દ્વારા 1 એપ્રિલના એક સમાચાર રમૂજ માટે ન્યુઝ પેપરમાં પ્રસારિત કરવામાં આવતા હતા. આ સમાચાર પણ પહેલી એપ્રિલના રમૂજ માટે જ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ સમાચારને હાલની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સની લિઓનને લઈ વાયરલ થઈ રહેલો મેસેજ ફક્ત રમૂજ માટે બનાવવામાં આવ્યો હતો. જેને હાલની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. છેલ્લા સાત વર્ષથી આ મેસેજ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે.


