શું ખરેખર લલીત વસોયા દ્વારા તેમના એફિડેવિટમાં માવાના ભાવ ઘટાડવાનું વચન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

રાજકીય I Political રાષ્ટ્રીય I National

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલ ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાનું વર્ષ 2017નું કથિત એફિટેવિટ વાયરલ થઈ રહ્યુ છે. 

જેમાં લખવામાં આવ્યુ છે. કે, “હું લલીત વસોયા સોગંદ લઉ છુ કે જો હું ઘોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તાર માંથી ચૂંટણી જીતી ધારાસભ્ય તરીકે ચુટાઈ આવીશ તો હું 135 વાળા માવા ના 12/- માંથી 5/- રૂપીયા આ સરકાર પેસા કરાવી ને પછી જ બીજુ કામ કરીશ.” આ એફિટેવિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લલીત વસોયા દ્વારા આ રીતે તેમના એફિટેવિટમાં યુવાનો બગાડવાના સોગંદ લેવામાં આવ્યા હતા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ ટ્વિટ ફર્જી છે. લલીત વસોયા દ્વારા આ પ્રકારે કોઈ સોગંધ તેમના એફિટેવિટમાં લેવામાં આવ્યા નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

તું ભૂલવા દઈશ નહી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લલીત વસોયા દ્વારા આ રીતે તેમના એફિટેવિટમાં યુવાનો બગાડવાના સોગંદ લેવામાં આવ્યા હતા.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને વીટીવી ન્યુઝ ચેનલનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં લલિત વસોયાને આ અંગે જણાવતા સાંભળી શકીએ છીએ કે, “આ ફેક એફિટેવિટ છે. અને ભાજપાના આઈટી સેલ દ્વારા તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટે આ ફેક એફિટેવિટ સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવ્યુ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.” 

તેમજ વધુ સર્ચ કરતા અમને લલિત વસોય દ્વારા આ એફિટેવિટને લઈ કરવામાં આવેલી ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “આવી ખોટી પોસ્ટ બનાવી ફરતી કરવા થી #અંધભક્તો તમારા સંસ્કાર ઉજાગર થાય.” જે તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયા દ્વારા સબમીટ કરવામાં આવેલુ એફિટેવિટ તમે નીચે જોઈ શકો છો. જેમાં ક્યાંય પણ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ એફિટેવિટ જોવા મળતુ નથી. લલીત વસોયાનું ઓરિજનલ એફિટેવિટ તમે નીચે જોઈ શકો છો.

VASOYA_LALITKUMAR_JASMATBHAI075006

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ ટ્વિટ ફર્જી છે. લલીત વસોયા દ્વારા આ પ્રકારે કોઈ સોગંધ તેમના એફિટેવિટમાં લેવામાં આવ્યા નથી.

Avatar

Title:શું ખરેખર લલીત વસોયા દ્વારા તેમના એફિડેવિટમાં માવાના ભાવ ઘટાડવાનું વચન આપવામાં આવ્યુ…?

Fact Check By: Yogesh Karia 

Result: False