શું ખરેખર PMC બેંકના પાછળના દરવાજે થી ઓળખીતા લોકોને તેમની વસ્તુઓ આપી દેવામાં આવી રહી છે..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Jenish Koradiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જેવી રીતે નોટ બંધી પછી તેમના લાગતા વ્યક્તિઓના પૈસા બ્લેક વાઈટ થતા હતા એવી જ રીતે આજે પી એમ સી બેંક માં પણ તેમના લાગતા વળગતા ઓ પૈસા અને પોતાની જ્વેલરી લઈ પાછલા બારણે થી નીકળી રહ્યા છે પણ નાના અને ગરીબ વ્યક્તિઓનું કોણ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 98 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 22 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 270 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પીએમસી બેંકમાં પાછળના દરવાજાથી ઓળખીતા લોકોને બેંકના લોકરમાં રહેલી તેમની વસ્તુઓ લઈ જવા દેવામાં આવી રહી છે.

FACEBOOK | ARCHIVE

ફેસબુક પર અન્ય લોકો દ્વારા આ વિડિયો મુલુન્દના ધારાસભ્ય તારાસિંઘના પુત્ર અને પીએમસી બેંકના ડાયરેક્ટર દ્વારા કારસ્તાન આચારવામાં આવ્યુ હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે.જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલી દાવાની સત્યતા તપાસવી જરૂરી જણતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે તે દિવસે બેંક ચાલુ હતી કે નહિં તે જાણવા પ્રયત્ન કર્યો હતો. PMC બેંકની ઓફિસિયલ વેબસાઈટ પર આપવામાં આવેલા નંબર પર અમે ફોન કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, બેંક તે દિવસે ચાલુ જ હતી. તેમજ અમે એ જાણવા પણ પ્રયત્ન કર્યો હતો કે, PMC બેંક પર શું પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે. દરમિયાન અમને 23 સપ્ટેમ્બર 2019ના PMC બેંકને RBI દ્વારા આપવામાં આવેલા આદેશની એક યાદી મળી હતી. જે છ મહિના માટે લાગુ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

Marathi

ત્યારબાદ અમને શેર હોલ્ડર્સને માહિતી આપવા માટે બેંકના એમડી જોય થોમસનો એક પત્ર પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, બેંકમાં લાદવામાં આવેલા પ્રતિબંધના કારણે બેંકની સામાન્ય સભા જે 28 સપ્ટેમ્બર 2019ના મળવાની હતી તેને રદ કરવામાં આવી છે.

2889_001

ત્યારબાદ અમને RBIના ચીફ મેનેજર યોગેશ દયાલ દ્વારા બહાર પાડવામાં આવેલી એક પ્રેસનોટ પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ કરાયું નથી. બેંક તમારી સાથે નાણાંકિય વ્યવહાર કરી જ શકે છે. RBI પરિસ્થિતિના આધારે જરૂરી બદલાવ કરશે તેવું તેમાં ઉમેર્યું હતું.

PR7660792C8783F0C43B9A879200FFC032571

મુલુન્દના ભાજપના ધારાસભ્ય સરદાર તારાસિંગના પુત્ર અને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર પર આરોપ મુકવામાં આવી રહ્યો છે કે, બેંક ફક્ત પંજાબી એકાઉન્ટ ધારકોને જ પાછલા દરવાજે થી ચૂકવણી કરી છે, મરાઠી અને અન્ય લોકોને માત્ર 10,000 રૂપિયા ચૂકવે છે. હાલમાં બેંકના ડિરેક્ટર બોર્ડમાં કોણ છે તે વિશે માહિતી મેળવવા અમે પ્રયત્ન કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

PMC BANK | ARCHIVE

ઉપરોક્ત માહિતીન સત્યતા તપાસવા માટે સરદાર તારાસિંધનો સંપર્ક કર્યો હતો, તેમને આ અંગે પુછતા તેમણે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, “તેઓ બેંકના હાલના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નથી. આરબીઆઈ દ્વારા બેંક પર નાણાકીય પ્રતિબંધો હોવાથી તેમણે આવો કોઈ ભેદભાવ થતો હોવાની વાતને નકારી કાઢી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, જે કંઈ થઈ રહ્યુ છે તે નિયમો મુજબ જ થઈ રહ્યું છે. ત્યારબાદ અમે રણજીત સિંહનો સંપર્ક કર્યો હતો, તેમણે પણ આ વાતને સ્પષ્ટ નકારી કાઢી હતી. 

દરમિયાન, કેટલાક લોકો દ્વારા આ વિડિયો અંગે માહિતી આપતો દાવો કરવામાં આવ્યો હતો કે, વિડિયોમાં દેખાતી વ્યક્તિ તેમનો સામાન બેંકની પાછળના લોકરમાં લઈ જઈ રહ્યા હતા. કારણ કે, PMC બેંકને લઈ જે સમાચારો સામે આવ્યા તે સમાચારો બાદ લોકોના ટોળેટોળા બેંકની સામે આવી ગયા હતા અને જો તેઓ મુખ્ય દરવાજેથી બહાર નીકળત તો તેમનો સામાન ચોરી થવાની આશંકા હતી.

જો કે, વિડિયો ક્યાંનો છે તે જાણવા અમે ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને અનેક પરિણામો પ્રાપ્ત થયા હતા. પરંતુ ક્યાંય પણ વિડિયો અગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. કેટલાક લોકો દ્વારા એ પણ જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો સાન્ટાક્રુઝ વેસ્ટ શાખાનો છે. તેથી અમે ગૂગલ મેપ્સની મદદથી આ સ્થાન જોવા પ્રયત્ન કર્યો હતો પંરુત અમને કોઈ સામ્યતા જોવા મળી ન હતી. જો કે, હજુ સુધી પુષ્ટિ થઈ નથી કે આ ઘટના છે અને તે પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંકની શાખાની છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, PMC બેંક ચાલુ જ છે. પાછળના દરવાજે થી લાગતા વળગતા લોકોને તેમનો માલસામન આપવામાં આવ્યો હોવાની વાત ક્યાંય સાબિત થતી નથી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર સરદાર રણજીત સિંઘ દ્વારા પણ આ વાતને નકારી કાઢવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર PMC બેંકના પાછળના દરવાજે થી ઓળખીતા લોકોને તેમની વસ્તુઓ આપી દેવામાં આવી રહી છે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False