પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. રતન ટાટા દ્વારા રશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જેની પૃષ્ટી રતન ટાટા દ્વારા કરવામાં આવી.

ICC ક્રિકેટ વર્લ્ડ કપને લઈ સમગ્ર વિશ્વમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં આ વર્લ્ડ કપ દરમિયાન ઘણા અપસેટ જોવા મળ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાન સામેની મેચ બાદ ભારતીય ઝંડા સાથે ઘૂમવા બદલ ICCએ રાશિદ ખાન પર 55 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ પછી ઉદ્યોગપતિ રતન ટાટાએ જાહેરાત કરી કે તેઓ રાશિદ ખાનનો દંડ પોતે ચૂકવશે અને 10 કરોડ રૂપિયા આપશે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ફેસબુક યુઝર્સ દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉદ્યોગપતિ રતન ટાટાએ જાહેરાત કરી કે તેઓ રાશિદ ખાનનો દંડ પોતે ચૂકવશે અને 10 કરોડ રૂપિયા આપશે.

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને એબીપીલાઈવની ગુજરાતી વેબસાઈટ પર પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મેં કોઈપણ ખેલાડી પર લગાવવામાં આવેલા દંડ કે અન્ય કોઈ ઈનામ અંગે આઈસીસી કે અન્ય કોઈ ક્રિકેટ સંસ્થા સાથે વાત કરી નથી. મારે ક્રિકેટ સાથે કોઈ લેવાદેવા નથી. વોટ્સએપ ફોરવર્ડ મેસેજ અને આવા કોઈપણ વિડિયો પર વિશ્વાસ કરશો નહીં સિવાય કે તે મારા સત્તાવાર હેન્ડલ પરથી બહાર પાડવામાં આવ્યા હોય.

ABP LIVE | ARCHIVE

તેમજ રતન ટાટા દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પણ અમને પ્રાપ્ત થયુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. જેમાં પણ આ જ માહિતી આપવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. રતન ટાટા દ્વારા રશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જેની પૃષ્ટી રતન ટાટા દ્વારા કરવામાં આવી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ખરેખર રતન ટાટા દ્વારા રશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False