આ વીડિયો વર્ષ 2019માં યુટ્યુબર દ્વારા કરવામાં આવેલા પ્રયોગને છે. જેને હાથા તૂથપેસ્ટના નામે ઓળખવામાં આવે છે. ઈઝરાયેલ દ્વારા રાસાયણિક બોમ્બ તૈયાર કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક પાત્રની અંદર પીપીઈ કીટ પહેરેલા લોકો દ્વારા વિશેષ પદાર્થ નાખવામાં આવે છે. જે બાદ આ પાત્રની અંદરથી ખૂબ જ મોટી પાત્રામાં ફીણ નિકળતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો વીડિયો ઈઝરાયેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા બોમ્બનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો વીડિયો ઈઝરાયેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા બોમ્બનો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને Dailymail.comનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો.
જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “’હાથીની ટૂથપેસ્ટ’ પ્રયોગ યુટ્યુબ પર 1.1 મિલિયનથી વધુ વ્યૂઝ સાથે વાયરલ થયો છે અને લોકોને તે કેવી રીતે કરવામાં આવ્યું તે જાણવાની ઈચ્છા છોડી દીધી છે. યુટ્યુબ પર્સનાલિટી નિક ઉહાસ અને ડેવિડ ડોબ્રિક યુટ્યુબર અને નાસાના ભૂતપૂર્વ એન્જિનિયર માર્ક રોબરના પ્રયાસને આગળ વધારવા માગતા હતા જેમણે આ વર્ષની શરૂઆતમાં સમાન સ્ટંટ કર્યા હતા.” જે તમે નીચે જોઈ શકો છો.
નીક ઉહાસ નામના યુટ્યુબર દ્વારા 20 ડિસેમ્બર 2019ના તેમના યુટ્યુબ ચેનલ પર આ પ્રયોગનો સમગ્ર વીડિયો અપલોડ કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. અગિયાર મિનિટના આ વીડિયોમાં તમે વાયરલ વીડિયોના અંશ જોઈ શકો છો.
હાથી ટૂથપેસ્ટ શું છે.?
આ એક રાસાયણિક પ્રતિક્રિયા છે, જે મોટી માત્રામાં ફીણ ઉત્પન્ન કરે છે. ફીણની હિલચાલ એવું લાગે છે કે જાણે ટૂથપેસ્ટ ટ્યુબમાંથી બહાર આવી રહી છે, જેમાં ફીણની માત્રા હાથીના દાંતને સાફ કરવા માટે પૂરતી છે. આ પ્રયોગ હાઇડ્રોજન પેરોક્સાઇડનું ઉત્પ્રેરિત વિઘટન દર્શાવે છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ (H2O2) પાણી અને ઓક્સિજન ગેસમાં વિઘટન કરે છે, જે ફીણ બનાવે છે, પરંતુ સામાન્ય રીતે પ્રતિક્રિયા એટલી ધીમી હોય છે કે તેને સરળતાથી સમજી અથવા માપી શકાતી નથી. સામાન્ય સંજોગોમાં, આ પ્રતિક્રિયા ખૂબ જ ધીરે ધીરે થાય છે, તેથી પ્રતિક્રિયાને ઝડપી બનાવવા માટે એક ઉત્પ્રેરક ઉમેરવામાં આવે છે, જે ઝડપથી ફોમિંગમાં પરિણમશે. પોટેશિયમ આયોડાઇડમાંથી આયોડાઇડ આયન ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે અને પ્રતિક્રિયાને વેગ આપે છે જ્યારે સમગ્ર પ્રતિક્રિયા પ્રક્રિયા દરમિયાન રાસાયણિક રીતે યથાવત રહે છે. આયોડાઇડ આયન પદ્ધતિમાં ફેરફાર કરે છે જેના દ્વારા પ્રતિક્રિયા થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વર્ષ 2019માં યુટ્યુબર દ્વારા કરવામાં આવેલા પ્રયોગને છે. જેને હાથા તૂથપેસ્ટના નામે ઓળખવામાં આવે છે. ઈઝરાયેલ દ્વારા રાસાયણિક બોમ્બ તૈયાર કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર ઈઝરાયેલ દ્વારા રાસાયણિક બોમ્બ તૈયાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
