પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો નેપાળની સંસદનો નહિં પરંતુ હિમાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીનો છે.

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સભાગૃહની અંદર ભાષણ આપી રહ્યા છે. પીએમ મોદીની વિદેશી મુલાકાતો, યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં કરવામાં આવેલા પૈસા, નોટબંધી અને પેટ્રોલના વધતા ભાવોની ટીકા કરતા સાંભળવામાં આવી શકે છે. “આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે ક, “નેપાળની સંસદમાં પણ પીએમ મોદીની પ્રશંસા કરવામાં આવી રહી છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 26 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નેપાળની સંસદમાં પણ પીએમ મોદીની પ્રશંસા કરવામાં આવી રહી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને હિમાચલ કોંગ્રેસના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કિન્નૌરથી કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીને દેશના મહાન અને પ્રખ્યાત વડાપ્રધાન વિશે સાંભળો…”

Archive

તેમના આ ભાષણમાં તમે 1 મિનિટ 58 સેકન્ડ પર હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષને જગતસિંહ નેગીને 'રાજ્ય બજેટ' પર વાત કરવાનું કહેતા સાંભળી શકીએ છીએ. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીએ ખાનગીકરણ અંગે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં એક જોરદાર ભાષણ આપ્યું હતું. જગતસિંહ નેગીએ સરકારી કંપનીઓને વેચવા માટે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય મોદી સરકારમાં ખાનગીકરણનો વિરોધ કરે છે.”

આ સિવાય, ફેસબુક પર કીવર્ડ દ્વારા સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે, હિમાચલ પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીનું આ જ ભાષણ હિમાચલ પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર 21 માર્ચ, 2021 ના અપલોડ કરવામાં આવ્યું હતું. હતી, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “દેશના મહાન અને સફળ વડા પ્રધાન વિશે કિન્નૌરના કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગી પાસેથી સાંભળો."

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો નેપાળની સંસદનો નહિં પરંતુ હિમાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:નેપાળની સંસદમાં પણ પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવી...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False