મહિલા દ્વારા મુંડન કરી કરવામાં આવેલા વિરોધના વીડિયોનું જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વીડિયો આજ થી 6 વર્ષ પહેલાનો વર્ષ 2018નો છે. સમાયોજન રદ્દ થયા બાદ પોતાની માંગણીઓ માટે વિરોધ કરી રહેલી મહિલા શિક્ષામિત્રોએ લખનઉમાં વાળ કપાવીને વિરોદ્ધ કર્યો હતો.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવામળે છે કે, એક મહિલા દ્વારા પોતાના માથાના વાળ ઉતરાવી અને જાહેરમાં મુંડન કરવવામાં આવી રહ્યુ છે. તેમજ ભાજપા સરકાર વિરોદ્ધ દર્શાવી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલાઓ દ્વારા ભાજપા સરકારથી કંટાળી અને હાલમાં જાહેરમાં મુંડન કરાવી વિરોદ્ધ નોંધાવ્યો હતો.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહિલાઓ દ્વારા ભાજપા સરકારથી કંટાળી અને હાલમાં જાહેરમાં મુંડન કરાવી વિરોદ્ધ નોંધાવ્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગગૂલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને Live Hindustan દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે 25 જૂલાઈ 2018ના પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “શિક્ષામિત્રોએ કાયમી નોકરીની માંગણી સાથે જાહેરમાં મુંડન કરાવ્યુ.” 

તેમજ આ મુંડન કરાવ્યા બાદ આ મહિલાઓ દ્વારા યોગી સરકાર વિરોદ્ધમાં મીડિયાને નિવેદન પણ આપવામાં આવ્યુ હતુ. જે તમે નીચે સાંભળી શકો છો. 

તમામ મીડિયા સંસ્થા દ્વારા આ વિરોદ્ધની નોંધ લેવામાં આવી હતી, જે તમે અહીં, અહીં, અહીં, અહીં, અહીં, જોઈ શકો છો. 

પત્રિકા ન્યુઝ દ્વારા આ અંગે માહિતી આપતો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં આ મહિલા મુંડન કરાવતો ફોટો પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Patrika | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો આજ થી 6 વર્ષ પહેલાનો વર્ષ 2018નો છે. સમાયોજન રદ્દ થયા બાદ પોતાની માંગણીઓ માટે વિરોધ કરી રહેલી મહિલા શિક્ષામિત્રોએ લખનઉમાં વાળ કપાવીને વિરોદ્ધ કર્યો હતો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:મહિલા દ્વારા મુંડન કરી કરવામાં આવેલા વિરોધના વીડિયોનું જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: Missing Context

Leave a Reply