શું ખરેખર આ વીડિયો પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાત લીધી ત્યારનો છે...? જાણો સત્ય...
Jatin Padsalaનામના ફેસબુક યુઝર દ્વારા 1 જુલાઈ, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ મળે છે એના વીડિયો સાથે એવું લખેલું છે કે, जीन लाेगाे ने मनमाेहनजी काे माैनमाेहनजी और अथँशास्त्री मनमोहनजी काे अनथँशास्त्री कहा था उन लाेगाे काे आज मनमाेहनजी से मिलने उनके घर जाना पडा!! कहते है ना फिजुल की बाते और जरुरत के मुताबिक बाेलने वालाे मे फकँ हाेता है!!!ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 791 લોકોએ લાઈક કરી હતી. 55 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 281 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Video Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે જો ખરેખર આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની તાજેતરની મુલાકાતનો હોય તો કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા આ વીડિયોને સમાચારમાં પ્રસારિત કરવામાં આવ્યો જ હોય એ જાણવા માટે સૌ પ્રથમ અમે વીડિયોનો સ્ક્રીનશોટ લઈને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો
TIMES NOW ન્યૂઝ ચેનલનો એક વીડિયો પ્રાપ્ત થયો હતો પરંતુ આ વીડિયો અંગે અમે વધુ માહિતી મેળવતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયો નરેન્દ્ર મોદી જ્યારે 2014 માં વડાપ્રધાન બન્યા એ પછી SAARC લીડર્સની મિટીંગ પછી તેમણે જ્યારે દિલ્હી ખાતે મનમોહનસિંહના રહેઠાણ પર તેમની મુલાકાત લીધી ત્યારનો હોવાનું માલૂમ પડ્યું હતું. આ સંપૂર્ણ વીડિયો તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને નરેન્દ્ર મોદીના યુટ્યુબ પરથી 27 મે, 2014 ના રોજ અપલોડ કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો તે પણ વીડિયો પોસ્ટમાં દર્શાવવામાં આવેલો વીડિયો જ છે. આ ઉપરથી એ સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડાપ્રધાન મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની લીધેલી તાજેતરની મુલાકાતનો નથી. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો નરેન્દ્ર મોદી અને મનમોહનસિંહની મુલાકાતનો વીડિયો 2014 નો છે.
છબીઓ સૌજન્ય : ગુગલ
Title:શું ખરેખર આ વીડિયો પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાત લીધી ત્યારનો છે...? જાણો સત્ય...
Fact Check By: Vikas VyasResult: False