શું ખરેખર દુનિયાનું સૌથી મજબૂત ચલણ ‘રામ’ છે…..? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

गोहिल प्रदिपसिंहजी टोडा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે વિશ્વની સૌથી મજબૂત અને સૌથી મોંઘી ચલણનું નામ છે “રામ” !! મહર્ષિ મહેશ યોગીએ લગભગ વીસ વર્ષ પહેલાં હોલેન્ડમાં “રામ” નામથી એક ચલણ રજૂ કર્યું હતું, જેને ડચ સરકાર દ્વારા પણ માન્યતા પ્રાપ્ત થયેલ છે !! આ ચલણ આજે પણ હોલેન્ડમાં ચાલી રહ્યું છે. આજે, 1 રામ નું મૂલ્ય= 10 યુરો બરાબર છે જય શ્રી રામ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 70 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 18 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રામ ચલણ દુનિયાનું સૌથી મજબૂત ચલણ છે.

FACEBOOK | FB POST ARCHIVE 

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે શોધતા અમને વર્ષ 2018નો બીબીસીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર આ નોટને વર્ષ 2002માં અમેરિકામાં આવેલા આયોવા રાજ્યના મહર્ષિ વેદિક સીટી માં ધ ગ્લોબલ કંટ્રી ઓફ વર્લ્ડ પીસ નામની સંસ્થા દ્વારા વહેચવામાં આવી હતી. સંસ્થાની સ્થાપના મહેશ યોગીએ કરી હતી. નોટને શરૂઆતના સમયમાં નેધરલેંડમાં વહેચવામાં આવી હતી. 

BBC | ARCHIVE 

ત્યારબાદ અમને બીબીસીનો વર્ષ 2003નો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણવવામાં આવ્યુ હતુ કે, “જેમાં ડચ બેંકે રામ ચલણ પર નજર રાખવાની વાત કરી છે. રિપોર્ટ અનુસાર ભારતીય સંત દ્રારા આ ચલણ વિશ્વ શાંતિ માટે ચલાવવામાં આવ્યું હતું, જે 1, 5 અને 10 ની નોટોના રૂપમાં ઉપલબ્ધ હતું. બીબીસીના એક અહેવાલ મુજબ, ચલણને ક્યારેય સત્તાવાર રીતે માન્યતા મળી ન હતી. તે વર્ષ 2003માં નેધરલેન્ડમાં લગભગ 100 જેટલી દુકાનો, 30 ગામો અને શહેરના ભાગોમાં પ્રચલિત હતું. તે સમયે, મહર્ષિ ચળવળના નાણાં પ્રધાન બેન્જામિન ફેલ્ડમેનએ આ ચલણથી ગરીબી ઘટાડવાની વાત કરી હતી.

BBC | ARCHIVE

તેમજ જે-તે સમયે મહર્ષિ યોગીના અનુયાયીઓની સંખ્યા 60 લાખ હતી. રામ ખરેખર નાણાકીય દ્રષ્ટિએ “બેરર બોન્ડ” છે, જેને સ્થાનિક ચલણ તરીકે ઓળખવામાં આવે છે. નિયમિત વ્યવહાર કરતા બેરર બોન્ડ એ રોકાણનું એક સાધન છે. દેશના નિયમિત ચલણથી વિપરીત, જે તે દેશમાં દરેક દ્વારા સ્વીકૃત છે, જ્યારે સ્થાનિક ટ્રાંઝેક્શનમાં તેનો ઉપયોગ કરવામાં આવે જ્યારે બેરર બોન્ડ બધાને સ્વીકાર્ય ના પણ હોય. આ બોન્ડ હોલેન્ડના રોર્મન્ડમાં ફોર્ટિસ બેંકમાં અને આયોવાના મહર્ષિ વૈદિક શહેરમાં, કન્વર્ટિબલ છે, અન્ય કોઈ સ્થાને તે કન્વર્ટિબલ હોવાની કોઈ માહિતી નથી.

આ ચલણનો ઉલ્લેખ મહર્ષિ વૈદિક શહેરની સત્તાવાર વેબસાઇટ પર પણ કરવામાં આવ્યો છે. 

તેમજ અમને વર્ષ 2019નો ન્યુઝ 18નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ કરન્સીને લિગલ ટેન્ડરની માન્યતા મળી ન હતી. તેમજ આશ્રમની અંદર જ લોકો આ કરન્સીનો ઉપયોગ કરે છે. આશ્રમ બહાર નીકળે ત્યારે તેની સામે ડોલર મેળવી લે છે.

ન્યુઝ 18 | સંગ્રહ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ‘રામ’ ચલણ વિશ્વની સૌથી મજબૂત ચલણ છે તે કહેવું ભ્રામક છે કારણ કે, તે વૈશ્વિક સ્તરે વ્યવહારમાં જ નથી.

Avatar

Title:શું ખરેખર દુનિયાનું સૌથી મજબૂત ચલણ ‘રામ’ છે…..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False