શું ખરેખર પાકિસ્તાની ટીમનું ગ્રાઉન્ડ પર સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવ્યુ હતું..? જાણો શું છે સત્ય……

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Rohit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ये हे औकात ईनकी.सभी को अछे से चेक कीया..कहीं बोंम वोंम तो नहीं ले आये साले पाकिस्तानी.?? ईससे बडी हार कोई हो नहीं शकती શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 743 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 22 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 356 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વર્લ્ડ કપમાં ભારત-પાક્સિતાન મેચ દરમિયાન પાકિસ્તાન ટીમનું ગ્રાઉન્ડ પર ચેકિંગ કરવામાં આવ્યુ હતું. 

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપોરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથણ અમે ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધવા પ્રયત્ન હાથ ધર્યો હતો. પરિણામમાં અમને 20 સપ્ટેમ્બર 2018ના DNA દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. સમાચારમાં લખવામાં આવ્યુ હતુ કે, આ ફોટો એશિયા કપ 2018નો છે. આ ફોટોમાં સિક્યુરિટીના નામે કોઈ પોલીસ કર્મચારી અમને દેખાતો ન હતો.  

image3.png

ARCHIVE

નીચે તમે વાયરલ ફોટો અને એશિયા કપ 2018ની મુળ ફોટો વચ્ચેની તુલના જોઈ શકો છો. મુળ ફોટોમાં ફોટોશોપના માધ્યમથી સિક્યુરિટી ગાર્ડની ફોટોને એડિટ કરવામાં આવી છે.

image2.png

ત્યારબાદ અમે સિક્યુરિટી ગાર્ડના ફોટોના સ્ક્રિનશોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કર્યા હતા. પરિણામમાં અમને કોઈ મળતી ફોટો મળી ન હતી. ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કી વર્ડસના માધ્યમથી ઉપરોક્ત ફોટોને સર્ચ કરવા પ્રયત્ન કર્યો હતો. પરિણામમાં અમને અલામી સ્ટોક ઈમેજ પર એક સિક્યુરિટી ઓફિસરનો ફોટો મળ્યો હતો. નીચે તમે બંને ફોટોની સમાનતા જોઈ શકો છો. આ ફોટો એરપોર્ટ સિક્યોરિટી ગાર્ડની છે.  

image4.png

ARCHIVE

અમને બીજો ફોટો પણ આ પરિણામ માંથી જ મળ્યો હતો. અમને dissolve નામની વેબસાઈટ પરથી અન્ય સિક્યુરિટી ગાર્ડનો ફોટો મળ્યો હતો. ફોટોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “એરપોર્ટમાં યાત્રીઓની તપાસણી કરતા હાથમાં મેટલ ડિટેક્ટર લઈને તપાસ કરતા એરપોર્ટ સુરક્ષા અધિકારી.” નીચે તમે બંને ફોટોની સમાનતા જોઈ શકો છો. 

image7.png

ARCHIVE

image6.png

ત્યારબાદ અમે પાકિસ્તાન અને ભારતની વચ્ચે રવિવારના રમાયેલી વર્લ્ડ કપ મેચ ઈંગ્લેન્ડના ઓલ્ડ ટ્રાફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. અમે આ ગ્રાઉન્ડને ગૂગલ મેપ્સ પર શોધતા અમને મળેલા પરિણામમાં અમને સ્ટેડિયમની ફોટો મળી હતી. જેમાં ચોખ્ખું દેખાઈ છે કે ગ્રાઉન્ડની વચ્ચે ક્યાંય પણ મેટસ ડિટેક્ટર નથી.

ત્યારબાદ અમને યૂ-ટ્યૂબ પર ઓલ્ડ ટ્રાફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડની વાસ્તવિક ટૂરનો વિડિયો મળ્યો હતો. આ વિડિયોમાં પણ અમને  ક્યાંય મેટલ ડિટેક્ટર નથી દેખાઈ રહી.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યા હોવાનું સાબિત થાય છે.

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાની ટીમનું ગ્રાઉન્ડ પર સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવ્યુ હતું..? જાણો શું છે સત્ય……

Fact Check By: Yogesh Karia 

Result: False