શું ખરેખર યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં પ્લાસ્ટિક બોટલ પર લગાવ્યો પ્રતિબંધ…? જાણો શું છે સત્ય…

Mixture રાજકીય I Political રાષ્ટ્રીય I National

Ds Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, યુપી સરકારે મીટીંગ મા પ્લાસ્ટિક ની બોટલો ઉપર લગાવ્યો પ્રતિબંધ હવે તાંબાના લોટા મા મળશે પાણી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા મિટીંગમાં પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ લગાવી તાંબાના લોટાનો પાણી માટે ઉપયોગ કરવામાં આવ્યો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1000 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 27 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 54 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.08.17-13_25_24.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મિટીંગમાં પ્લાસ્ટિક બોટલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.08.17-17_42_53.png

Archive

ઉપરના પરિણામોમાં અમને timesnownews.com દ્વારા 14 ઓગષ્ટ, 2019ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એજ ફોટો  સમાચારમાં જ પણ છે. પરંતુ આ સમાચારમાં એવું લખેલું છે કે, દેશના ચૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં પ્લાસ્ટિક નહીં પરંતુ તાંબાના લોટોમાં મળે છે પાણી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-hindi.timesnownews.com-2019.08.17-18_05_06.png

Archive

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને જનસ્વામી દર્પણ દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટો સાથે એવું લખેલું હતું કે, મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં મળેલી નગર નિગમની બેઠકમાં આ પ્રકારે પ્લાસ્ટિકની બોટલોની જગ્યાએ પીવાના પાણી માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવામાં આવ્યો જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-janswamidarpan.page-2019.08.17-18_12_32.png

Archive

આ ઉપરાંત અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

aajtak.intoday.indw.com
ArchiveArchive

અમારી વધુ તપાસમાં અમે ઉત્તરપ્રદેશમાં આ પ્રકારે પ્લાસ્ટિક બોટલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે કેમ? તે માહિતી શોધવા માટે ગુગલમાં સર્ચ કરતાં અમને આજ તક દ્વારા 25 જુલાઈ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે એવી માહિતી પ્રાપ્ત થઈ હતી. જ્યારે તેઓ સરકારી મિટીંગમાં પ્લાસ્ટિકને બદલે સ્ટીલની બોટલનો ઉપયોગ કરે છે તે તમે નીચેના સમાચારમાં જોઈ શકો છો.

screenshot-aajtak.intoday.in-2019.08.17-18_28_46.png

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા પ્લાસ્ટિકની પાણીની બોટલો પર પ્રતિબંધ લગાવ્યાની માહિતી સાચી છે પરંતુ તેની સાથે મૂકવામાં આવેલા ફોટા ઉત્તરપ્રદેશના નહીં પણ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરના છે.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા પ્લાસ્ટિકની પાણીની બોટલો પર પ્રતિબંધ લગાવ્યાની માહિતી સાચી છે પરંતુ તેની સાથે મૂકવામાં આવેલા ફોટા ઉત્તરપ્રદેશના નહીં પણ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરના છે.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં પ્લાસ્ટિક બોટલ પર લગાવ્યો પ્રતિબંધ…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Mixture