
મારૂ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “इस भाई ने हरियाणा में कसाई को गाय काटते देखकर कसाई को ही काट डाला, जिसके कारण इसको उम्रकैद की सजा हुई है । इस संदेश को इतना शेयर करो की इस भाई को सजा न हो ।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 32 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવામાં આવ્યો હતો કે, “હરિયાણામાં આ યુવાને કસાઈને ગાય કાપતા જોયો તો તેણે કસાઈને જ કાપી નાખ્યો જે ગુનામાં તેને આ જીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે સૌપ્રથમ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજ માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો અને આ દાવો છેલ્લા 5 વર્ષથી ફેસબુક પર ફરી રહ્યો છે. વર્ષ 2015માં 13 ફેબ્રુઆરીના રોજ Sanjay Kamra નામના ફેસબુક યુઝર દ્વારા આ ફોટો સાથે લખાણ શેર કરવામાં આવ્યુ હતુ. જે પોસ્ટને લગભગ 4.92 લાખ લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થઈ ગયુ હતુ કે, આ ઘટના હાલની તો નથી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને સૌપ્રથમ આ પોસ્ટ શેર કરનાર Sanjay Kamra સાથે વાત કરી હતી. તેણે અમને જણાવ્યુ હતુ કે, “આ કેસ અંગે તેઓ પણ ખાસ કઈ જાણતા નથી. તે સમયે તેઓને પણ સોશિયલ મિડિયા પર આ પોસ્ટ આવી હતી અને તેઓ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.”
ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પંજાબ અને હરિયાણાના સિનિયર એડવોકેટ આદિલસિંઘ બોપારાઈ જોડે વાત કરી હતી અને તેમને આ અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “છેલ્લા પાંચ વર્ષમાં તેઓએ આ પ્રકારનો કોઈ કેસ જોયો નથી. આ પ્રકારે કોઈ હરિયાણા રાજ્યમાં નોંધાયો હોવાનું તેમના ધ્યાનમાં નથી આવ્યુ.”

તેમ છતા અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારે સોશિયલ મિડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી હોય તો તેની કોઈ મિડિયા દ્વારા નોંધ તો લેવામાં આવી જ હોય તેથી અમે ગૂગલ પર “हरियाणा में कसाई को मारने पर उम्र केद की सजा” લખતા અમને ઘણા પરિણામો મળ્યા હતા. પરંતુ આ પરિણામોમાં અમને પોસ્ટ અંગેની કોઈ હક્કિત જાણવા મળી ન હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અને લખાણ છેલ્લા પાંચ વર્ષથી વાયરલ થઈ રહ્યુ છે. પરંતુ આ પ્રકારે કોઈ બનાવ હરિયાણા બન્યો હોવાનું અમારા ધ્યાનમાં આવ્યુ નથી.

Title:શું ખરેખર કસાઈની હત્યા કરવા બદલ આ યુવાનને ઉમ્રકેદની સજા ફટકારવામાં આવી….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
