‎‎‎ High Court Advocates નામના ફેસબુક યુઝર દ્વારા 21 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો હતો અને તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સરકાર દ્વારા નાગરિકતા સંશોધન બિલનો જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે તેને લઈને પોલીસ દ્વારા CAA અને NRC નો વિરોધ કરવામાં આવ્યો તેની આ તસ્વીર છે. આ પોસ્ટને 23 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા કાયદાને લઈ પોલીસ દ્વારા આ પ્રકારે CAA અને NRC નો વિરોધ કરવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને newsdrishti.com દ્વારા 8 નવેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 2 નવેમ્બર, 2019 ના રોજ દિલ્હીના તીસ હજારી કોર્ટ સંકુલમાં પાર્કિંગની નજીવી બાબતને લીધે પોલીસ અને વકીલો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી બાદમાં આ બોલાચાલી હિંસામાં પરિણમી હતી. પોલીસ અને વકીલો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં લગભગ 20 પોલીસકર્મીઓ અને કેટલાક વકીલો ઘાયલ થયા હતા. ત્યાર બાદ આ ઘટનાને લઈ પોલીસ દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા તે સમયનો આ ફોટો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. aajtak.intoday.in | Archive | hindi.oneindia.com | Archive

આ ઉપરાંત અમીરી ટીમ દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અને જુદા જુદા સમાચારોમાં મૂકવામાં આવેલા ફોટોની સરખામણી કરતાં એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ફોટોશોપની મદદથી એડિટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. આ બંને ફોટોની સરખામણી તમે નીચે જોઈ શકો છો.

આ બંને ફોટોની સરખામણીમાં તમે જોઈ શકો છો કે, ફોટોશોપના માધ્યમથી એડિટીંગ કરેલા ફોટોમાં જે જગ્યાએ NO CAA NO NRC લખેલું છે એ જગ્યા પર વાસ્તવમાં कौन सुनेगा, किसको सुनाए લખેલું છે. જ્યારે मासूमों पे लाठी चार्ज हम से नहीं हो पाएगा ની જગ્યાએ WE WANT JUSTICE તેમજ WE OPPOSE NRC & CAA ની જગ્યાએ હકીકતમાં आज पुलिस कल ? એવું સ્પષ્ટ લખેલું જોઈ શકાય છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો પોલીસ દ્વારા CAA અને NRC નો વિરોધ કરતો ફોટો ફોટોશોપના માધ્યમથી એડિટ કરીને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ફોટોશોપની મદદથી એડિટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પોલીસ દ્વારા CAA અને NRC નો વિરોધ કરવામાં આવ્યો...? જાણો શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False