હાલ સોશિયલ મિડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિલાને પ્રણામ કરી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીની પત્નીને નમન કરી રહ્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટોમાં જોવા મળતી મહિલા જ્યોતિ ક્લચર ઓર્ગેનાઇઝેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના ચીફ ઓફિસર દિપિકા મોન્ડલ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Amrish Savani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીની પત્નીને નમન કરી રહ્યા છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યુઝટ્રેન્ડ વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, દિવ્ય જ્યોતિ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન એન્ડ વેલ્ફર સોસાયટી ના ચીફ દિપિકા મોન્ડલ છે. આ ફોટો વર્ષ 2015નો છે. અને એક ઈવેન્ટ દરમિયાન લેવામાં આવ્યો હતો.

ન્યુઝટ્રેન્ડ | સંગ્રહ

અમરઉજાલા દ્વારા વર્ષ 2018માં પ્રકાશિત અહેવાલમાં દિપિકા મોન્ડલની ફોટો વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, અમિતાબ બચ્ચન, રજનીકાંત સહિતના કલાકારો સાથેની ફોટો પ્રકાશિત કરતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

દિપિકા મોન્ડલ કામ કરે છે તે એનજીઓ ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરને પ્રમોટ કરે છે આટલું જ નહીં આ એનજીઓ આર્ટ એન્ડ કલ્ચર એજ્યુકેશન એન્ડ લિટરેસી ટ્રાઇબલ અફેર્સ પર કામ કરવા માટે વોકેશનલ ટ્રેનિંગ પણ આપે છે. તેમજ તેઓ વર્ષ 2003થી આ એનજીઓ ચલાવે છે. આ માહિતી તમે આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.

વીટીવી ગુજરાતી દ્વારા પણ આ અંગેની વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો.

તેમજ અમે ગૌતમ અદાણીની પત્ની પ્રિતી અદાણીનો ફોટો શોધ્યો હતો. તેમનો ફોટો અને વાયરલ ફોટોમાં જોવા મળતો ફોટો બંને અલગ હોવાનું સ્પષ્ટ દેખાઈ છે. ગૌતમ અદાણી અને તેમની પત્ની પ્રિતી અદાણીનો ફોટો તમે નીચે જોઈ શકો છો.

આઉટલૂક ઈન્ડિયા

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જોવા મળતી મહિલા જ્યોતિ ક્લચર ઓર્ગેનાઇઝેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના ચીફ ઓફિસર દિપિકા મોન્ડલ છે.

Avatar

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીની પત્નીને નમસ્કાર કરી રહ્યા છે...?

Fact Check By: Yogesh Karia

Result: False