‎‎‎‎ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન ‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ડિસેમ્બર,2019 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Indian Muslims are in detention camps in Assam. May Allah protect all of them - Ameen Ya Rab. 🤲. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આસામ ખાતે ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવેલા ભારતીય મુસ્લિમોનો છે. આ પોસ્ટને 2 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 26 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો આસામ ખાતે ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવેલા ભારતીય મુસ્લિમોનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને InVID ટુલ્સની મદદથી સર્ચ કરતાં અમને colombotelegraph.com દ્વારા 16 જાન્યુઆરી, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, શ્રીલંકા ખાતેની અંગુનાકોલાપેલેસની જેલમાં કેદીઓ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ અધિકારીઓ દ્વારા તેમને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, કેદીઓના અધિકારોની રક્ષા કરનાર સમિતિ દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, 22 નવેમ્બર, 2018 ના રોજ અધિકારીઓ દ્વારા અંગુનાકોલાપેલેસ કારાગારના અધિક્ષકના આચરણ અને જેલ પરિસરમાં એસટીએફની છાપેમારીનો વિરોધ કરનાર કેદીઓને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

આ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. onlanka.com | newsradio.lk | asiatimes.com

પોસ્ટમાં મૂકવામાં આવેલા આ વીડિયોને ધ્યાનથી જોતાં જ ખબર પડી જાય છે કે, સૌથી ઉપર ડાબી બાજુ પર ખૂણામાં 22.11.2018 તારીખ લખેલી છે એનો મતલબ એ કે, આ વીડિયો એક વર્ષ જૂનો છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને News-i નામની એક શ્રીલંકન સમાચારની યુટ્યુબ ચેનલ પર પણ 16 જાન્યુઆરી, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ શ્રીલંકાની અંગુનાકોલાપેલેસ જેલ પરિસરમાં કેદીઓ પર વિરોધ પ્રદર્શન દરમિયાન અધિકારીઓ દ્વારા જે નિર્દયતાભર્યું વર્તન કરવામાં આવ્યું તેના આ સીસીટીવી ફૂટેજ છે એવી માહિતી આપવામાં આવી હતી. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

આજ સમાચ્રનો અન્ય એક વીડિયો પણ તમે અહીં જોઈ શકો છો. Colombo Telegraph

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવોલો વીડિયો આસામ ખાતે ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવેલા ભારતીય મુસ્લિમોનો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આસામ ખાતે ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવેલા ભારતીય મુસ્લિમોનો નહીં પરંતુ શ્રીલંકાની અંગુનાકોલાપેલેસ જેલ પરિસરમાં કેદીઓ પર વિરોધ પ્રદર્શન દરમિયાન અધિકારીઓ દ્વારા જે નિર્દયતાભર્યું વર્તન કરવામાં આવ્યું તેનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શ્રીલંકાની જેલનો જૂનો વીડિયો આસામના ડિટેન્શન કેમ્પના નામે વાયરલ... જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False