સરદાર પટેલ દ્વારા આયોજિત ભોજન સમારંભ સ્વતંત્ર ભારતની પ્રથમ ઈફ્તાર પાર્ટીના નામે વાયરલ થઈ રહ્યી છે… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ તસવીર સ્વતંત્ર ભારતની પ્રથમ ઈફ્તાર પાર્ટીની નથી. સરદાર પટેલ દ્વારા આ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

બિહારના બે જિલ્લામાં રમખાણોને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જેને લઈને બીજેપી નેતા ડો.નિખિલ આનંદે નીતિશ કુમાર પર નિશાન સાધ્યું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઈફ્તારની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરૂની સાથે પ્રથમ કેબિનેટ જેમાં દેશના પ્રથમ કાયદા મંત્રી ડો.બી.આર. આંબેડકર, શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ અને કૃષિ મંત્રી ડો.રાજેન્દ્ર પ્રસાદ જેવા લોકો એક ટેબલ પર ભોજન લેતા જોવા મળે છે.

વાયરલ તસવીર સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “1947માં જવાહરલાલ નહેરૂએ તેમના પ્રથમ કેબિનેટ સહયોગી, શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ માટે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેના વિરોધમાં સરદાર પટેલ આમંત્રિત ભોજન સમારંભમાં હાજર રહ્યા ન હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gaurav Hindustani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “1947માં જવાહરલાલ નહેરૂએ તેમના પ્રથમ કેબિનેટ સહયોગી, શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ માટે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેના વિરોધમાં સરદાર પટેલ આમંત્રિત ભોજન સમારંભમાં હાજર રહ્યા ન હતા.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમતી સર્ચ કરતા અમને અલામી વેબસાઇટમાં પ્રકાશિત થયેલ સમાન ફોટો પ્રાપ્ત થયો હતો. ફોટોના વર્ણન મુજબ સી. રાજગોપાલાચારી જૂન 1948માં ભારતના ગવર્નર-જનરલ બન્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલે કેબિનેટ ડિનરનું આયોજન કર્યું હતું.

ફોટોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, – ડો. બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરૂ, મૌલાના આઝાદ અને અન્ય મંત્રીઓ ચક્રવર્તી રાજગોપાલાચારીના ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનવાની ઉજવણી માટે વલ્લભભાઈ પટેલ દ્વારા આમંત્રિત કેબિનેટ ડિનરમાં હાજરી આપી હતી.

Alamy.com 

વેબસાઈટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ મિજબાનીમાં વલ્લભભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. જેનું આયોજન ખુદ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું.

અમને એ જ ઈફ્તાર પાર્ટીની સમાન તસવીર પોસ્ટ કરતું ટ્વિટર એકાઉન્ટ મળ્યું. જેમાં આ તસવીર લેવાનો શ્રેય ભારતની પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમાઈ વ્યારાવાલાને આપવામાં આવ્યો હતો.

Archive

પ્રાપ્ત માહિતીની મદદથી, અમે વાયરલ તસવીર સાથે સંબંધિત અન્ય તસવીરો શોધવાનો પ્રયાસ કર્યો. જેના પરિણામે અમને એક વેબસાઇટ મળી, જેમાં અમને દેશની સૌથી વૃદ્ધ મહિલા ફોટોગ્રાફર હોમાઈ વ્યારાવાલાએ લીધેલા કેટલાક ફોટોગ્રાફ્સ મળ્યા. હોમાઈ વ્યારાવાલા દેશના પ્રથમ ભારતીય મહિલા ફોટો જર્નાલિસ્ટ હતા.

સી. રાજગોપાલાચારી ગવર્નર-જનરલ બન્યા પછી 1948માં સરદાર પટેલ દ્વારા આયોજિત લંચનો તેમણે ફોટો પાડ્યો હતો. આ તસવીર પણ એ જ પ્રોગ્રામના બીજા અને અલગ એંગલથી ક્લિક કરવામાં આવી હતી.

હોમાઈ વ્યારાવાલાનો આ ફોટો વાયરલ ફોટો જેવો જ છે પરંતુ અલગ એન્ગલથી છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

અમે વાયરલ તસવીર અને અમને મળેલી તસવીરનું વિશ્લેષણ કર્યું. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વાયરલ થયેલી તસવીર અને અમને મળેલી તસવીરમાં તમામ લોકો એક જ ક્રમમાં બેઠા છે. તસવીરમાં સરદાર વલ્લભભાઈ પટેલ તસવીરની જમણી બાજુએ પાંચમા નંબરે બેઠેલા જોઈ શકાય છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારના ઈફ્તારમાં આગમન પર આકરી ટીકા

દેશના અન્ય રાજ્યોની સાથે બિહારના બે મોટા જિલ્લા સાસારામ અને બિહાર શરીફ પણ રામ નવમી પર હિંસાની આગમાં લપેટાઈ ગયા હતા. તો અહીં પટનામાં સીએમ નીતિશ કુમારે ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન ઈફ્તાર પાર્ટીના મંચની પાછળ લાલ કિલ્લાની તસવીરોએ અનેક રાજકીય પ્રશ્નો ઉભા કર્યા હતા. જેનો JDU એ કોઈ પણ ખચકાટ વગર જવાબ આપ્યો. જેડીયુએ લાલ કિલ્લાની તસવીરનો મતલબ 2024ની સામાન્ય ચૂંટણી ગણાવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સ્વતંત્ર ભારતની પ્રથમ ઈફ્તાર પાર્ટીની નથી. સરદાર પટેલે આ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:સરદાર પટેલ દ્વારા આયોજિત ભોજન સમારંભ સ્વતંત્ર ભારતની પ્રથમ ઈફ્તાર પાર્ટીના નામે વાયરલ થઈ રહ્યી છે… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False