
હિન્દુસેના નામના ફેસબુક ગ્રુપ દ્વારા 2 સપ્ટેમ્બર, 2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, आरक्षण नहीं सम्मान चाहिए तमिलनाडू में 60लाख SC केटेगरी के लोग आरक्षण छोड़ने के लिए आंदोलन कर रहे है। जरूर देखें ? આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તમિલનાડૂમાં 60 લાખ લોકો આરક્ષણ છોડવા માટે આંદોલન કરી રહ્યા છે. આ પોસ્ટને 404 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 44 લોકોએ પોતાના મત જણાવ્યા હતા. 2000 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. તેમજ 81000 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તેથી સૌ-પ્રથમ અમે ગુગલનો સહારો લઈ आरक्षण नहीं सम्मान चाहिए तमिलनाडू में 60लाख SC केटेगरी के लोग आरक्षण छोड़ने के लिए आंदोलन कर रहे है સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને rashtradhara.com દ્વારા 10 સપ્ટેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવું લખેલું હતું કે, તમિલનાડૂમાં આરક્ષણ નહીં પરંતુ સન્માન જોઈએ એ મુદ્દાને લઈને 60 લાખ એસસી કેટેગરીના લોકો દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને ख़बरदार G દ્વારા યુટ્યુબ પર 26 મે, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો ન્યૂઝ નેશન ઈન્ડિયા ટીવીનો એજ વીડિયો પ્રાપ્ત થયો હતો જે પોસ્ટમાં મૂકવામાં આવ્યો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
ઉપરના વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે વર્ષ 2018 માં તમિલનાડૂના લોકો દ્વારા આ પ્રકારનું આંદોલન કરવામાં આવ્યું હતું. જેને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. તેમજ અમે એ જાણવાની કોશિશ કરી હતી કે આ પ્રકારે હાલમાં કોઈ આંદોલન તમિલનાડૂમાં ચાલી રહ્યું છે કે કેમ? તો અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ઉપરના પરિણામો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 નો છે જેને તમિલનાડૂની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. જે ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 નો છે જેને તમિલનાડૂની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય :ગુગલ

Title:શું ખરેખર અત્યારે તમિલનાડૂમાં આરક્ષણ છોડવા માટે લોકો કરી રહ્યા છે આંદોલન…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
