શું ખરેખર ટ્રાફિક પોલીસે લાંચ માંગી હતી અને આ મહિલાને બળાત્કારની ધમકી આપી….?જાણો શું છે સત્ય…..

Crime False રાષ્ટ્રીય I National

અલક મલક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ખુંલે આમ લાંચ લેતા ટ્રાફિક પોલીસની ફિલ્મ ઉતરી ગઈ..આમ આદમી નું સ્ટ્રી ગ ઓપરેશન.. પરિણામ… સસ્પેન્ડ….. સલામ આમ આદમી ની હિંમત ને… શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1300 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 165 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4.10 લાખ લોકો દ્વારા આ વિડિયો નિહાળવામાં આવ્યો હતો. તેમજ 5800 લોકો દ્વારા આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,  પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ટ્રાફિક પોલીસે લાંચ માંગી હતી અને મહિલાને બળાત્કાર કરવાની ધમકી આપ હતી. 

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે  મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

GOOGLE REAVEARCE IMAGE.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2017નો છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ  દિલ્હીના જનકપુરી વિસ્તારમાં ટ્રાફિક કોનસ્ટેબલ વિકી દ્વારા બબલૂ નામના એક ઓટો ચાલકને રોકી તેની પાસે દસ્તાવેજ (કાગળીયા) માંગ્યા હતા. જે તે આપી ન શક્યો તેથી તેને તેની પત્ની શબનમને બોલાવી હતી. સબનમે આવીને તુરંત જ પોલીસને ગાળો આપવાનું ચાલુ કરી દિધુ હતુ અને યુનિફોર્મ પણ ફાળી નાખ્યો હતો.  જેના પછી તેને તુરંત જ અરેસ્ટ કરી લેવામાં આવી હતી. આ ત્યારે જાણવા મળ્યુ જ્યારે પોલીકના બોડી કેમ એટલે નાનાકડા કેમેરામાં(જે પોલીસના કપડામાં લગાડવામાં આવ્યો હોય) આ કેમેરામાં સબનમની તમામ હરકત કેદ થઈ ગઈ હતી. જે સબનમ અને બબલૂને ખબર ન હતી. 

જો કે. આ અંગે ડીસીપી વિજય કુમારે તે વખતે મિડિયાને જણાવ્યુ હતુ કે, આ વિડિયો તેઓ કોર્ટમાં પુરાવા રૂપે મુકશે. જે સમાચારને લલનટોપ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે વાંચી શકો છો. 

LALANTOP.png

LALLANTOP | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો મુજબ કોઈ પોલીસ કર્મચારીએ મહિલાને બળાત્કારની ધમકી નથી આપી, મહિલા અને તેના પતિ દ્વારા પોલીસ પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જો કે, બાદમાં પોલીસ દ્વારા આ મહિલા અને તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી.

પરિણામ 

આમ, ઉપરોક્ત  પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પોલીસ કર્મચારીએ મહિલાને બળાત્કારની ધમકી નથી આપી, મહિલા અને તેના પતિ દ્વારા પોલીસ પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જો કે, બાદમાં પોલીસ દ્વારા આ મહિલા અને તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આ ઘટનામાં કોઈ પોલીસ કર્મચારી સસ્પેન્ડ પણ થયા ન હતા.

Avatar

Title:શું ખરેખર ટ્રાફિક પોલીસે લાંચ માંગી હતી અને આ મહિલાને બળાત્કારની ધમકી આપી….?જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False