જબલપુરમાં રિક્ષા ચાલકને યુવાનો દ્વારા મારમારવામાં આવ્યો હતો તે વિડિયો ભોપાલના નામે વાયરલ...જાણો શું છે સત્ય...
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા અમુક યુવાનો દ્વારા એક વ્યક્તિને ઢોર મારમારવામાં આવી રહ્યો છે. જ્યારે આસપાસ ઉભેલા લોકો આ દ્રશ્યો નિહાળી રહ્યા છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, આ વિડિયો મધ્ય પ્રદેશના ભોપાલનો છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે યુવાનો દ્વારા વ્યક્તિને માર મારવાની આ ઘટના ભોપાલમાં નહિં પરંતુ જબલપુરમાં બનવા પામી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Zala Mehul નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુવાનો દ્વારા એક વ્યક્તિને મારમારવામાં આવી રહ્યો છે તે ઘટના ભોપાલની છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલ દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ ઘટનાને લઈ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને હિન્દુસ્તાન ટાઈમ્સનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના મધ્યપ્રદેશના જબલપુરમાં બનવા પામી હતી. તેમણે આ ઘટનાને લઈ સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જેનું પોલીસ દ્વારા સર્ધષ કાઢવામાં આવ્યુ હતુ. ABP ન્યુઝનો આ અહેવાલ જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને ઈન્ડિયા ટીવીનો પણ એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, જબલપુર પોલીસે આ ઘટનાના મુખ્ય આરોપી અભિષેક દુબેની ધરપકડ કરી લીધી હતી અને તેનું પણ જાહેરમાં સર્ઘષ પણ કાઢ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના મધ્યપ્રદેશના ભોપાલની નહિં પરંતુ જબલપુરની છે. જેમાં પોલીસ 3 આરોપીની ધરપકડ પણ કરી છે.
Title:જબલપુરમાં રિક્ષા ચાલકને યુવાનો દ્વારા મારમારવામાં આવ્યો હતો તે વિડિયો ભોપાલના નામે વાયરલ...જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: Partly False