
Jagdish Patel Jagdish Patel નામના ફેસબુક યુઝર દ્વારા Alpesh Kathiriya Fan Club નામના ફેસબુક પેજ પર તારીખ 22 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખેડૂતો ને પાકવિમો સહાય મળતી નથી એટલે ભાજપના MLA માંથી રાજીનામું આપૂછૂ કેતન એક તો મર્દ બોલો ખેડૂતો માટે ભાજપમાથી” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 708 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 44 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 195 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ખેડૂતોને પાક વિમો નહિં મળતા સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “MLA કેતન ઈનામદારનું ધારાસભ્યપદેથી રાજીનામું” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને TV9 ગુજરાતી નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પ્રજાના કામ નથી થતા કહીને ભાજપના ધારાસભ્યે આપ્યું રાજીનામું” જે તમે નીચે વાંચી શકો છો.
ત્યારબાદ અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ધારાસભ્ય કેતન ઈમાનદારના રાજીનામામાં જે લખવામાં આવ્યુ હતુ. તે શબ્દસહ જણાવવામાં આવ્યુ હતુ. જેમાં ક્યાંય પણ ખેડૂતોના પાક વિમા માટેનો ઉલ્લેખ ન હતો. જે તમે નીચે વાંચી શકો છો.
ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી દરમિયાન અમને કેતન ઈમાનદાર દ્વારા આપવામાં આવેલા રાજાનામાની કોપી પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓ લખે છે કે, “મારા મત વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ/રજૂઆતો સંદર્ભે સરકાર અને વહીવટીતંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન-સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યના પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે.”
જો કે કેતન ઈમાનદારનું આ રાજીનામું ના-મંજૂર કરવામાં આવ્યુ હોવાનીં માહિતી પણ તેઓ તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર તારીખ 24 જાન્યુઆરી 2020ના આપી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણો પરથી સાબિત થાય છે કે, કેતન ઈમાનદારે તેમના મત વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ સરકાર અને વહીવટીતંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે પૂરી ન થતા તેમજ સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધારાસભ્યના પદની અવગણના કરવામાં આવતા તેઓએ રાજીનામું આપ્યુ હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, ખેડૂતોને પાકવિમો ન મળતો હોવાના કારણે કેતન ઈમાનદારે રાજીનામું આપ્યુ ન હતુ. તેમના મત વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ સરકાર અને વહીવટીતંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે પૂરી ન થતા રાજીનામું આપ્યુ હતું.

Title:શું ખરેખર ખેડૂતોને પાકવિમો ન મળતા સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે રાજીનામું આપ્યુ હતુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
