સરકારના CAA સમર્થન નંબર(88662-88662)ને ખોટા દાવાઓ સાથે ફેલાવવામાં આવી રહ્યો....
સોશિયલ મિડિયામાં 88662-88662 નંબરને જૂદા-જૂદા દાવો સાથે ફેલાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ભરતી માટે, પાકવિમા માટે, જીઓંમાં ફ્રી રિચાર્જ માટે, તેમજ ફોન કરવાથી બેંક ખાતામાંથી પૈસા નીકળી જશે, જેવા દાવાઓ સાથે આ નંબર વાયરલ કરવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા એ જાણવું જરૂરી હતુ કે, આ નંબર સોશિયલ મિડિયા પર ચર્ચામાં કેમ છે.?
આ નંબર હાલમાં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો ટોલ ફ્રી નંબર છે. તમે નાગરિકતા સંશોધન અધિનિયમને સમર્થન કરવા તમે આ નંબર પર મિસ્ડકોલ કરી શકો છો.
3 જાન્યુઆરી 2020ના ભારતના ગૃહમંત્રી, અમિત શાહએ જોધપુરમાં CAA પ્રતિ પોતાનું સમર્થન કરવા આ રેલીમાં ભાગ લીધો હતો. આ રેલીમાં ભાષણ આપતી વેળાએ તેઓએ એક નંબર સાર્વજનિક કર્યો હતો. જેમાં તેઓએ લોકોને નાગરિકતા સંશોધન બિલના સમર્થન કરવા માટે 8866288662 નંબર પર મિસ્ડ કોલ કરવા જણાવ્યુ હતુ.
આ નંબરને અમિત શાહ દ્વારા તેમના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી શેર કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ લખ્યુ હતુ કે, “પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક રૂપે ઉત્પીડિત અલ્પસંખ્યકોનો મળતા ન્યાયને સુનિશ્રિત કરવા, પીએમ મોદીની સરકાર દ્વારા લાવવામાં આવેલા ઐતિહાસિક નાગરિકતા સંશોધન અધિનિયમ-2019ને સમર્થન આપવા માટે 8866288662 નંબર પર મિસ્ડકોલ કરો.”
આ નંબરને ભારત સરકાર દ્વારા નાગરિક્તા સંશોધન અધિનિયમના સમર્થન માટે જાહેર કરવાના સમાચાર જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
The Statesman | ARCHIVE |
HINDUSTAN TIMES | ARCHIVE |
INDIA TV – HINDI | ARCHIVE |
આમ, આપેલા નંબર પર કોલ કરવાથી અમે કહી શકીએ કે, કોલ કરવા વારા તમામને CAAના સમર્થકો તરીકે ગણવામાં આવી શકે છે.
ગુજરાતમાં પાકવિમો મેળવવા, તેમજ ભરતીની જાહેરાત માટે, જીઓમાં ફ્રી રિચાર્જ,તેમજ નંબર લગાડવાથી બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે તેવા દાવાઓ સાથે લોકોને ભ્રામક કરતી પોસ્ટ વાયરલ થઈ રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, 88662-88662 નંબર દ્વારા નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન માટે જાહેર કરવામાં આવ્યો છે.આ નંબરનો દૂર ઉપયોગ કરી સોશિયલ મિડિયા પર ખોટા દાવાઓ સાથે ફેલાવવામાં આવી રહ્યો છે.
Title:સરકારના CAA સમર્થન નંબર(88662-88662)ને ખોટા દાવાઓ સાથે ફેલાવવામાં આવી રહ્યો....
Fact Check By: Yogesh KariaResult: False