શું ખરેખર ડુંગળીના ભાવ વધારવા મમતા અને કોંગ્રેસ કાવતરુ કરી રહ્યા છે.? જાણો શું છે સત્ય…
Shailesh Nathwani નામના ફેસબુક યુઝર દ્વારા 10 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરી હતી. “TMC ममता सरकार और कांग्रेस पार्टी की मिलीभगत से प्याज का स्टॉक सड़ रहा है। ट्रांसपोर्टरों की कोई सुनवाई नहीं है। मोदी सरकार को किसी तरह बदनाम किया जाए ताकि प्याज की सप्लाय रुक जाए और महंगाई बढ़ती रहे। लगभग 200 से ऊपर प्याज की गाड़ियों को रोक दिया है।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 71 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ડુંગળીના ભાવમાં વધારો કરવા મમતા અને કોગ્રેંસ દ્વારા સ્ટોક કરવામાં આવ્યો છે, અને ટ્રકના થપ્પા લાગી ગયા છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. જેમાં અમને Ramesh Kankhara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ડિસેમ્બરમાં આ જ લખાણ સાથે પોસ્ટ શેર કરવામાં આવી હતી. તેમજ આ પોસ્ટમાં વિડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં વિડિયો બનાવનાર વ્યક્તિ (ડ્રાઈવર) જણાવે છે કે, તેઓ પશ્રિમ બંગાળમાં આવેલી ગોજાડાંગા બોર્ડર પર છે, 25 સપ્ટેમ્બર થી તેઓ ત્યાં ઉભા છે અને 5 ઓક્ટોબરના આ વિડિયો બનાવી રહ્યા છે.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ તો સાબિત થાય છે કે, આ વિડિયો 5 ઓક્ટોબરનો છે એટલે બે મહિના પહેલાનો છે. ત્યારબાદ એ જાણવું જરૂરી હતુ કે, ભારતમાં ડુંગળીનો ભાવ વધારો શા માટે થઈ રહ્યો છે. તો અમને જાણવા મળ્યુ હતુ કે આ વર્ષે ભારતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના કારણે ડુંગળીના પાકને ભારે નુકશાન થયુ હતું. તેમજ જુની ડુંગળીનો સ્ટોક ખૂબ જ ઓછો હતો જેના કારણે ભારતના ડુંગળીના ભાવમાં વધારો થયો છે.
હવે ડુંગળીમાં ફસાયેલા ટ્રક વિશે અમે જાણવા પ્રયત્ન કર્યો હતો, આ વિડિયો ઓક્ટોબર 2019નો હોવાનો હતો તેથી અમે ડુંગળીના અંગે ઓક્ટોબર મહિનાના મિડિયા રિપોર્ટ તપાસતા અમને TIMES OF INDIA નો 5 ઓક્ટોબર 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “બોર્ડર પર ફસાયેલા ટ્રકોને અંતે બાંગ્લાદેશમાં પ્રવેશ કરવાની મંજરી આપવામાં આવી.”
તેમજ સપ્ટેમ્બર મહિનાના અંતમાં સ્થાનિક બજારમાં ડુંગળીના વધતા ભાવને લઈ પુરવઠાની અછતને વળતર આપવા માટે 29મી સપ્ટેમ્બર 2019 ના રોજ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, ડુંગળીના વેપારીઓ ડિંડોરીના સાંસદ ભારતી પવારને મળ્યા, જેમણે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલને આ મામલે વાત કરતા આખરે 4 ઓક્ટોબર 2019 ના રોજ ટ્રકોને બાંગ્લાદેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. ઢાકાની ટ્રિબ્યુન વેબસાઇટ ઢાકાટ્રીબ્યુન.કોમ દ્વારા આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “60 ટ્રકમાં ભરેલી 1,500 ટન ડુંગળીનો માલ ભારતમાંથી બાંગ્લાદેશમાં પ્રવેશવા લાગ્યો છે.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, સપ્ટેમ્બર મહિનામાં સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ વધતા ડુગળીની નિકાસ અટકાવવામાં આવી હતી. જે બાદમાં શરૂ થઈ જતા ડુંગળી ભરેલા ટ્રકોને બાંગ્લાદેશમાં જવા દેવામાં આવ્યા હતા. તેથી મમતા બેનર્જી અને કોંગ્રેસ દ્વારા ભારતમાં ડુંગળીના ભાવ વધારવાનું કાવતરું કરવામાં આવ્યુ હોવાની વાત ખોટી સાબિત થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સપ્ટેમ્બર મહિનામાં સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ વધતા ડુગળીની નિકાસ અટકાવવામાં આવી હતી. જે બાદમાં શરૂ થઈ જતા ડુંગળી ભરેલા ટ્રકોને બાંગ્લાદેશમાં જવા દેવામાં આવ્યા હતા. તેથી મમતા બેનર્જી અને કોંગ્રેસ દ્વારા ભારતમાં ડુંગળીના ભાવ વધારવાનું કાવતરું કરવામાં આવ્યુ હોવાની વાત ખોટી સાબિત થાય છે.
Title:શું ખરેખર ડુંગળીના ભાવ વધારવા મમતા અને કોંગ્રેસ કાવતરુ કરી રહ્યા છે.? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False