શું ખરેખર તિરૂપતિ બાલાજીના ચેરમેન ક્રિસ્ચન અને સિધ્ધી વિનાયક મંદિરના ટ્રસ્ટી મુસ્લિમ છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતના બે મોટા ટ્રસ્ટને લઈ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તિરૂપતિ બાલાજી મંદિરના અધ્યક્ષ ચંદ્રશેખર રેડ્ડી છે અને તે મુસ્લિમ છે તેમજ સિધ્ધી વિનાયક મંદિરના ટ્રસ્ટી પણ મુસ્લિમ છે.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાન બોર્ડ (ટીટીડી) ના અધ્યક્ષ વાય વી સુબ્બા રેડ્ડી છે. તેમજ તેઓ હિન્દુ છે ચંદ્રશેખર રેડ્ડી નામના કોઈ વ્યક્તિ ટ્રસ્ટ સાથે જોડાયેલ નથી. અને મુંબઈના સિધ્ધી વિનાયક ટ્રસ્ટમાં કોઈ સલીમ નામના વ્યક્તિ ટ્રસ્ટી નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavesh Chudasama નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તિરૂપતિ બાલાજી મંદિરના અધ્યક્ષ ચંદ્રશેખર રેડ્ડી છે અને તે મુસ્લિમ છે તેમજ સિધ્ધી વિનાયક મંદિરના ટ્રસ્ટી પણ મુસ્લિમ છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. અમને તિરુપતિ બાલાજી મંદિરની વેબસાઇટ પર તિરૂમાલા તિરુપતિ દેવસ્થાન બોર્ડ (ટીટીડી)ટ્રસ્ટના અધ્યક્ષ વિશે જાણવા મળ્યું. ટીટીડીના વર્તમાન અધ્યક્ષ વાય વી સુબ્બા રેડ્ડી છે, ચંદ્રશેખર રેડ્ડી નહીં. વાય વી સુબ્બા રેડ્ડીની વર્ષ 2019માં આંધ્રપ્રદેશ સરકારે ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરી હતી. 22 જૂન 2019ના તેમણે આ પદ માટે શપથ લીધા હતા. અમને વેબસાઇટ પર ટ્રસ્ટ સભ્યોની યાદીમાં ચંદ્રશેખર રેડ્ડીનું નામ મળ્યુ નથી.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે વાય.વી.સુબ્બા રેડીનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ચંદ્રશેખર રેડ્ડી કરીને કોઈ ટ્રસ્ટમાં કોઈ વ્યક્તિ જ નથી. તેમજ તેઓ જન્મથી હિન્દુ છે અને હિન્દુ ધર્મનું પાલન કરે છે. જે સમયે તેમની ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી તે સમયે તેમના વિશે પણ આ પ્રકારે અફવા ફેલાઈ હતી.

ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, આ વિવાદ અગાઉ પણ થયો હતો જ્યારે આંધ્રપ્રદેશ સરકારે વાયવી રેડ્ડીને તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. વાય.વી. રેડ્ડી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના સંબંધી છે અને મુખ્યમંત્રીનો પરિવાર ખ્રિસ્તી અને હિન્દુ બંને ધર્મોમાં વિશ્વાસ રાખે છે. આ વિવાદ પર વાયવી રેડ્ડીએ એમ પણ કહ્યું હતું કે તે એક ધાર્મિક હિન્દુ છે.

તેમજ સિધ્ધી વિનાયક મંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીની લિસ્ટ જોઈ હતી. પરંતુ અમને મંદિરના ટ્રસ્ટની વેબસાઈટ પર સલીમ નામના કોઈ ટ્રસ્ટી પ્રાપ્ત થયા ન હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Board of Trustees

ત્યારબાદ અમે સિધ્ધિ વિનાયક બોર્ડના ચેરમેન આદેશ ભંડારકરનો સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો. તેમના પીએ વિવેક નાગવેકરએ અમને જણાવ્યુ હતુ કે, “સલીમ નામનો કોઈપણ વ્યક્તિ સિદ્ધિ વિનાયક મંદિરના બોર્ડનો ટ્રસ્ટી નથી. અમારા બોર્ડમાં કોઈ મુસ્લિમ સભ્ય નથી. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. આ પહેલા પણ કોઈ મુસ્લિમ સભ્ય ટ્રસ્ટી મંડળમાં ન હતા.”  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાન બોર્ડ (ટીટીડી) ના અધ્યક્ષ વાય વી સુબ્બા રેડ્ડી છે. તેમજ તેઓ હિન્દુ છે ચંદ્રશેખર રેડ્ડી નામના કોઈ વ્યક્તિ ટ્રસ્ટ સાથે જોડાયેલ નથી. અને મુંબઈના સિધ્ધી વિનાયક ટ્રસ્ટમાં કોઈ સલીમ નામના વ્યક્તિ ટ્રસ્ટી નથી.

Avatar

Title:શું ખરેખર તિરૂપતિ બાલાજીના ચેરમેન ક્રિસ્ચન અને સિધ્ધી વિનાયક મંદિરના ટ્રસ્ટી મુસ્લિમ છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False