રાજકોટ લોકસભાના ભાજપાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા બાયો ચઢાવવામાં આવી છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક ઝી24 કલાકની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, ‘રાજકોટમાં રૂપાલાના વિરૂદ્ધ માં કોગ્રેસ નું ષડયંત્ર.: મોદી’ આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પુરષોત્તમ રૂપાલાના વિવાદ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં નિવેદન આપવામાં આવ્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પુરષોત્તમ રૂપાલાના વિવાદ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં નિવેદન આપવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive

આ જ સાથે અન્ય એક ન્યુઝ પ્લેટ પણ રૂપાલાના આ વિવાદને લઈ વાયરલ થઈ રહી છે. તેમજ તેમાં પણ પીએમ મોદીના નામને લઈ જ દાવો કરવામાં આવી રહ્યો છે.

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ક્યાંય પણ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાને લઈ નિવેદન આપ્યુ હોવાનું જાણવા મળ્યુ ન હતુ.

તેથી અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઝી 24કલાક ની ઓરિજનલ ન્યુઝ પ્લેટ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમે ધ્યાનથી જોયુ તો વાયરલ ન્યુઝ પ્લેટ અને ઓરિજનલ ન્યુઝ પ્લેટના ફોન્ટસમાં ઘણા ફેરફાર છે. બંને વાયરલ ન્યુઝપ્લેટ અને ઓરિજનલ ન્યુઝ પ્લેટ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ઝી24 કલાકના ઈન્પુટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ઝી24 ક્લાકની ન્યુઝ પ્લેટનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓરિજનલ ન્યુઝ પ્લેટમાં એડિટ કરી અને ખોટા દાવા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહી છે. વાયરલ ન્યુઝ પ્લેટમાં અમારા ફોન્ટ્સ છે જ નહીં.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ન્યુઝ પ્લેટ એડિટ કરવામાં આવેલી છે, ઓરિજનલ ન્યુઝ પ્લેટ સાથે છેડછાડ કરી અને ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ZEE 24કલાકની ન્યુઝ પ્લેટ ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી. જાણો શું છે સત્ય...

Fact Check By: Frany Karia

Result: Altered