ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મુંબઈના મીરા રોડનો નહીં પરંતુ હૈદરાબાદનો વર્ષ 2022નો છે.

રવિવારની રાત્રે, મીરા રોડ પર ભગવાન રામના ધ્વજ સાથેની એક કાર પર કથિત રીતે હુમલો કર્યા પછી બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ જ પૃષ્ટભૂમિ પર સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો પોલીસ કાર્યવાહનો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મીરા રોડ પર બે જૂથ્થ વચ્ચે થયેલી બબાલ બાદ મુંબઈ પોલીસની કાર્યવાહીનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 24 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મીરા રોડ પર બે જૂથ્થ વચ્ચે થયેલી બબાલ બાદ મુંબઈ પોલીસની કાર્યવાહીનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોયો તો વીડિયોમાં એક જગ્યાએ પોલીસ વાહનની નંબર પ્લેટ દેખાઈ રહી છે. તેના પર લખેલ નંબર "TS 09 43912" છે. જે અંગે શોધ કરવા પર જાણવા મળ્યું કે, આ નંબર હૈદરાબાદનો છે.

તેમજ વીડિયોમાં અમે એક બેનર પર "Shaffaf" લખેલું જોયું. શોધ કરવા પર, તે જાણવામાં આવ્યું કે તે એક પેકેજ્ડ પીવાના પાણીની બ્રાન્ડ છે જેની ઓફિસ હૈદરાબાદના શાલીબંદામાં આવેલી છે.

આ ક્લુને લઈ અમને તે જ વિડીયો પ્રાપ્ત થયો હતો. જે ગયા વર્ષે ઓનલાઇન શેર કરવામાં આવ્યો હતો. NDTV દ્વારા તેમના ટ્વિટર પર આ જ વીડિયોની શેર કરવામાં આવ્યો હતો.

આ અહેવાલ મુજબ, હૈદરાબાદ પોલીસે 25 ઓગસ્ટ 2022 ના રોજ હૈદરાબાદના શાલીબંદા ખાતે પ્રોફેટ મોહમ્મદ પર કરવામાં આવેલા નિવેદન પર સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા ટી રાજા સિંહની કથિત ટિપ્પણીને લઈને એકઠા થયેલા દેખાવકારોને રોકવા માટે બળનો ઉપયોગ કર્યો હતો.

અમને આ ઘટના અંગે અનેક સમાચાર મળ્યા. સિયાસતના અહેવાલ મુજબ, હૈદરાબાદ પોલીસ 25 ઓગસ્ટ 2022ના રોજ ઘણા ઘરોમાં ઘૂસી ગઈ હતી અને શાલીબંદા અને તેની આસપાસના મુસ્લિમ યુવાનોને ખેંચી ગઈ હતી કારણ કે સસ્પેન્ડ કરાયેલા ભાજપના ધારાસભ્યના વિરોધમાં પયગંબર મોહમ્મદ પરની તેમની અપમાનજનક ટિપ્પણીઓને કારણે વિરોધ થયો હતો.

પોલીસની વાત સાંભળવા તૈયાર ન હતા અને તેઓ ગમે ત્યાંથી શાલીબંદા પહોંચવાનો પ્રયાસ કરતા વિરોધીઓ દ્વારા ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવાયું હતુ કે, પોલીસે ત્યારબાદ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જનો આશરો લીધો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હૈદરાબાદનો એક જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. મુંબઈના મીરા રોડ પર બનેલી ઘટના સાથે આ વીડિયોને કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:હૈદરાબાદ પોલીસની કાર્યવાહીના જૂના વીડિયોને મુંબઈના મીરારોડનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો.... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False