
ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ નેતાઓના જૂના વિડિયોથી સોશિયલ મિડિયા ભરાય ગયુ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપા નેતા વરૂણ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણને લઈ તેમજ તેમના ભાષણને લઈ અનેક આરોપો લગાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વરૂણ પટેલ દ્વારા ભાજપાના નેતા રહેતા વડાપ્રધાન નરેન્દ્ર પર આ પ્રકારના આરોપ કરવામાં આવ્યા.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વરૂણ પટેલ જે સમયે પાસ સાથે જોડાયેલા હતા આ તે સમયનો વિડિયો છે. ભાજપમાં આવ્યા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ કર્યા હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Indrajeet Rajput નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વરૂણ પટેલ દ્વારા ભાજપાના નેતા રહેતા વડાપ્રધાન નરેન્દ્ર પર આ પ્રકારના આરોપ કરવામાં આવ્યા.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને એબીપી અસ્મિતા દ્વારા તારીખ 9 ઓક્ટોબર 2017ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે હાલ સોશિયલ મિડિયામાં વાયરલ વિડિયો છે તે જ વિડિયો છે. જે તમે નીચે જોઈ શકો છો,
તેમજ વરૂણ પટેલ ભાજપામાં 22 ઓક્ટોબર 2017ના જોડાયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે વરૂણ પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પણ આ દાવાને નકાર્યો હતો અને તેમની છબી ખરાબ કરવા વિરોધ પક્ષ દ્વારા આ પ્રકારે કાવતરા કરવામાં આવતા હોવાનું તેમણે જણાવ્યુ હતુ.
વરૂણ પટેલ જે સમયે પાસ સાથે જોડાયેલા હતા આ તે સમયનો વિડિયો છે. ભાજપમાં આવ્યા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ કર્યા હોવાની વાત તદ્દન ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, વરૂણ પટેલ જે સમયે પાસ સાથે જોડાયેલા હતા આ તે સમયનો વિડિયો છે. ભાજપમાં આવ્યા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ કર્યા હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર વરૂણ પટેલ દ્વારા ભાજપાના નેતા રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ કરાયા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
