
Adam Hatia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “NRC started in Assam. They have begun evicting people from their homes. The media doesn’t show it because the media is on the government’s side. So it is our responsibility now to share this video. It is being done to remove them from their land and grab their land. These people have been living here for years. They are uneducated and have no birth certificates to verify that they are born there. They never thought that birth certs were necessary because they were born at home not in hospitals.NRC started in Assam. They have begun evicting people from their homes. The media doesn’t show it because the media is on the government’s side. So it is our responsibility now to share this video. It is being done to remove them from their land and grab their land. These people have been living here for years. They are uneducated and have no birth certificates to verify that they are born there. They never thought that birth certs were necessary because they were born at home not in hospitals.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો, તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો આસામનો છે. જેમાં આસામમાં લોકોને ઘરો માંથી કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યુ, મિડિયા આ નહિં બતાવે માટે આ વિડિયો દેખાડવાની જવાબદારી અમારી છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોતા પોલીસના ડ્રેસમાં નિશાન રાજસ્થાન પોલીસનું હતુ, આસામ પોલીસનું નહિં જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. આ પરિણામો પરથી અમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો બીજો એક ભાગ પ્રાપ્ત થયો હતો. ZERO NEWS નામના યુટ્યુબ યુઝર દ્વારા 5 ઓગસ્ટ 2019ના શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો જયપુરના 6/7 લક્ષ્મીનગર કોલોની, સામરિયા રોડ કોલોનીનો છે અને આ ઘટના 02 ઓગસ્ટ 2019 છે.
તેમજ sarchana1016 નામના ટ્વિટર યુઝર દ્વારા આ વિડિયો 7 ઓગસ્ટ 2019ના “370 धारा पर लोग मोदी मोदी चिल्ला रहे है और पूरे भारत मे दलितों के , गरीबो और आदिवासियों के घर तोड़े जा रहे हैं ज़मीनों पर कब्जा किया जा रहा है ! यह वीडियो सामरिया रोड कानोता जयपुर की है ! पुलिस Jcp मशीन लाकर घर तोड़ रही हैं !इन पुलिस बालो को तुरन्त नौकरी से बर्खास्त किया जाए !” લખાણ સાથે શેર કરવામાં આવ્યો હતો. જેના રિપ્લાયમાં જયપુર પોલીસ દ્વારા પત્રિકા.કોમનું એક કટિંગ પણ મુકવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને રાજસ્થાન પત્રિકાના ઈપેપરમાં 3 ઓગસ્ટ 2019ના આ ઘટના અંગેના સમાચાર પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગેરકાયદેસર ખડકાયેલા બાંધકામ તોડવા ગયેલી ટીમ સાથે હાથાપાઈ કરવામાં આવી.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આસામનો નહિં પરંતુ રાજસ્થાનના જયપુરનો છે. 2 ઓગસ્ટ 2019ના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ગયેલી ટીમ સાથે થયેલી હાથાપાઈનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આસામનો નહિં રાજસ્થાનના જયપુરનો છે. ખોટા ઉદેશ સાથે હાલમાં તેને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:રાજસ્થાનના જૂના વિડિયોને આસામ NRC સાથે સરખાવી ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો.
Fact Check By: Yogesh KariaResult: False
