
ફેસબુકમાં વિકાસ ગાંડો થયો છે, નામના પેજ દ્વારા 3 એપ્રિલના એક પોસ્ટ મૂકવામાં આવી હતી.“નાસ્તાના પેકેટ ખુરશી ઉપર રાખેલ હતા છતા લોકો નથી આવ્યા, આ જોતા ભાજપ 400 પાર …420 સીટો આવવાની શક્યતા ?” શિર્ષક હેથળ મૂકવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અમિત શાહની રેલીમાં નાસ્તાના પેકેટ રાખ્યા હતા છતા લોકો આવ્યા ન હતા. આ પોસ્ટ પર 525 લોકોએ તેના પ્રતિભાવ આપ્યા હતા, 30 લોકોએ તેના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 346 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી ઉપરોકત પોસ્ટમાં મુકવામાં આવેલા ફોટો શોધતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.
ઉપરોક્ત મળેલા પરિણામોમાંથી અમને લાઈવ હિન્દુસ્તાન.કોમ દ્વારા 20 જાન્યુઆરીના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો, ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટો વારાણસીના કાર્યક્રમના હોવાનું જાણવા મળ્યું હતું.

બાદમાં અમે અમિત શાહના ટ્વિટ્ટર પર ચેક કરતા અમિત શાહ દ્વારા તે દિવસના ફોટો શેર કરવામાં આવ્યા હતા તે જોવા મળ્યું હતું.
આમ, અમિત શાહ દ્વારા શેર કરવામાં આવેલા ફોટોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે, કે કેટલા લોકો સભામાં હાજર રહ્યા હતા..
ત્યારબાદ અમે યુ ટ્યુબ પર સર્ચ કરતા અમને તે દિવસના ભાજપાના યુટ્યુબ પેજ દ્વારા શેર કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો, જેમાં તે દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
નવભારત ટાઈમ્સ અને અમર ઉજાલા ન્યુઝ પોર્ટલ દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ આપ જોઈ શકો છો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, અમિત શાહની સભામાં મોટી સંખ્યમાં લોકો આવ્યા હતા, ઉપરોક્ત પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે, કે અમિત શાહની સભામાં ખુરશી ખાલી રહી તે દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે.

Title:શું ખરેખર અમિત શાહની રેલીમાં ખુરશીઓ ખાલી રહી હતી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
