શું ખરેખર લોકડાઉન દરમિયાન દારૂ સાથે આ વ્યક્તિ પકડાયો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

વી કે ચોક્સી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ 12 દિવસ થી આખાય ભારતમાં લોકડાઉન હોવા છતાં દારુ ક્યાંથી લાવ્યા એ સમજાય જાય તો દેશ બચી જશે ….નહીં તો……. જય શ્રી રામ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લોકડાઉન દરમિયાન આ વ્યક્તિ દારૂ સાથે પકડાયો છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો 6 મે 2018ના અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને amarujjala નો તારીખ 3 ફ્રેબુઆરી 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ શખ્સ નેપાળ બોર્ડર પર દારૂની હેરાફેરી કરતો પકડાયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો લોકડાઉન દરમિયાનનો નહિં પરંતુ વર્ષ 2018નો છે. 

Avatar

Title:શું ખરેખર લોકડાઉન દરમિયાન દારૂ સાથે આ વ્યક્તિ પકડાયો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •