
હાલમાં કોંગ્રેસ નેતા રશિદ અલ્વીનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેને બીજેપી આઈટી સેલના ઈન્ચાર્જ અમિત માલવિયાએ 12 નવેમ્બર 2021ના એક ટ્વિટ કર્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “सलमान ख़ुर्शीद के बाद अब कांग्रेस के नेता राशिद अल्वी जय श्री राम कहने वालों को निशाचर (राक्षस) बता रहे हैं। राम भक्तों के प्रति कांग्रेस के विचारों में कितना ज़हर घुला हुआ है।” (ગુજરાતી ભાષાંતર: સલમાન ખુર્શીદ બાદ હવે કોંગ્રેસના નેતા રાશિદ અલ્વી જય શ્રી રામ બોલનારાઓને નિશાચર (રાક્ષસ) કહી રહ્યા છે. રામ ભક્તો પ્રત્યે કોંગ્રેસના વિચારોમાં કેટલું ઝેર ભળેલું છે.)
આ સિવાય દિલ્હી ભાજપના પ્રવક્તા અનુજા કપૂરે ટ્વિટ કરીને રાશિદ અલ્વીને રાહુલ ગાંધીની નજીક ગણાવી અને આ વિડિયો શેર કરવામાં આવી છે.
આ સમાચારને સત્ય માની અને ગુજરાતી ન્યુઝ પોર્ટલ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેને પ્રસારિત કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,“કોંગ્રેસ નેતા રશિદ અલ્વી દ્વારા જય શ્રી રામ બોલનારને રાક્ષક કહ્યા હતા.”
ETV Bharat Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગ્રેસ નેતા રશિદ અલ્વી દ્વારા જય શ્રી રામ બોલનારને રાક્ષક કહ્યા હતા.”

Facebook | Fb post Archive | Fb article archive
ઝીન્યુઝ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, રાશિદ અલ્વીના અધૂરા વિડિયોને પોસ્ટ કરીને ભ્રામક દાવા સાથે શેર કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ તેમના ભાષણમાં નફરતની રાજનીતિ વિરૂદ્ધ વાત કરી હતી અને રામાયણના એક પ્રસંગના સંદર્ભમાં નિશાચર શબ્દનો ઉપયોગ કર્યો હતો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ETV Bharat Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગ્રેસ નેતા રશિદ અલ્વી દ્વારા જય શ્રી રામ બોલનારને રાક્ષક કહ્યા હતા.”

Facebook | Fb post Archive | Fb article archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વાયરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે કીવર્ડ્સની મદદથી ઈન્ટરનેટ પર સર્ચ કર્યું. અમને 12 નવેમ્બર, 2021ના રોજ પ્રકાશિત ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા એક અહેવાલ મળ્યો. જે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાશિદ અલ્વીએ 11 નવેમ્બર, 2021ના રોજ સંભલમાં કલ્કી મહોત્સવ 2021માં એક નિવેદન આપ્યું હતું.

The New Indian Express | Archive
ઉપરોક્ત ક્લુના આધારે અમે ગૂગલ પર સર્ચ કરતા અમને એક યુટ્યુબ વિડિયો મળ્યો હતો. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા આ વિડિયોમાં રાશિદ અલ્વીનું સંપૂર્ણ નિવેદન હતું. જે વિડિયોને ધ્યાનથી સાંભળ્યા બાદ અમને જાણવા મળ્યુ હતુ કે, 8 મિનિટ 50 સેકન્ડ પછી રાશિદ અલ્વી રામાયણની એક વાર્તા સંભળાવે છે. અહીં તે ‘નિશાચર’ની વાત કહે છે.
રામાયણના આ પ્રસંગમાં, રાશિદ અલ્વી, એક મગરમચ્છ અને હિંદુ દેવતા હનુમાન વચ્ચેના સંવાદનો ઉલ્લેખ કરતા જણાવી રહ્યા છે કે, “એક મગર હનુમાનજીના પગ પકડી લે છે. તેને કોઈએ શ્રાપ આપ્યો હતો, તે એક અપ્સરા હતી. તે અપ્સરા બનીને હનુમાનજીને કહે છે, ‘તમે હનુમાનજીનો સમય કેમ બગાડો છો? સંજીવની બુટી લઈને સૂરજ ઊગે તે પહેલાં જવું પડશે. અને આ જે સામે બેઠેલા છે જે જય શ્રી રામ બોલે છે, તે ઋષિ નહિ, આ નિશ્ચરઘોરા છે. તે ઋષિ નથી, તે ભયાનક રાક્ષસ છે.”
આ પછી રાશિદ અલ્વી એમ કહીને પોતાનું ભાષણ પુરૂ કરે છે.
“હું તમને ફક્ત એટલું કહીને વિદાય આપીશ કે આજે પણ ઘણા લોકો જય શ્રી રામનો જાપ કરે છે, તેઓ બધા ઋષિ નથી, તેઓ નિશિચરઘોરા છે. સ્માર્ટ બનવાની જરૂર છે અને આપણે દેશની અંદર એવું વાતાવરણ બનાવવું પડશે જે રામ રાજ્ય હેઠળ આવ્યું છે. તમારો ખુબ ખુબ આભાર.“
વિડિયોની શરૂઆતમાં અલ્વીએ રામરાજ્ય શબ્દનો પણ ખુલાસો કર્યો હતો.
“હું પણ ઈચ્છું છું કે ભારતમાં રામ રાજ્ય આવવું જોઈએ. પણ રામ રાજ્ય કેવી રીતે થશે? રામ રાજ્યમાં નફરતને કોઈ સ્થાન નહીં હોય. પરંતુ આજકાલ કેટલાક લોકો જય શ્રી રામના નારા લગાવીને દેશની જનતાને ગેરમાર્ગે દોરે છે.”
આ સંપૂર્ણ સ્પીચ તમે નીચે સાંભળી શકો છો.
તેમજ રાશિદ અલ્વીના આ નિવેદન વાયરલ થયા બાદ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ સ્પષ્ટતા કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “કલ્કિ ધામ મારૂ ભાષણ છે, ત્યાં સેંકડો સંતો બેઠા હતા. મારા ભાષણ પછી તેમણે મને આશીર્વાદ આપ્યા અને મેં ક્યારેય કહ્યું નથી કે જય શ્રી રામ બોલનાર દરેક વ્યક્તિ રાક્ષસ છે. મેં કહ્યું છે કે જય શ્રી રામ બોલનાર દરેક વ્યક્તિ સાધુ નથી. શ્રી રામ એક આસ્થાનું નામ છે, તેમના નામે રાજનીતિ ન થઈ શકે. મેં એમ પણ કહ્યું છે કે દેશમાં સાચા અર્થમાં રામરાજ્ય પણ આવવું જોઈએ, જ્યાં નફરતનો છાંટો ન હોવો જોઈએ.”
તેમજ ઓરિજનલ વિડિયો અને વાયરલ વિડિયો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ભ્રામક સાબિત થાય છે. કારણ કે, બીજેપી આઈટી વિભાગના પ્રભારી અમિત માલવિયા દ્વારા રાશિદ અલ્વીના અધૂરા વિડિયોને પોસ્ટ કરીને ભ્રામક દાવો સાથે કર્યો હતો. જેને સત્ય માની અને ન્યુઝ સંસ્થાઓ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ તેમના ભાષણમાં નફરતની રાજનીતિ વિરુદ્ધ વાત કરી હતી અને રામાયણના એક પ્રસંગના સંદર્ભમાં નિશાચર શબ્દનો ઉપયોગ કર્યો હતો.

Title:Fact Check: “જય શ્રી રામ” બોલનારને રાશિદ અલ્વીએ રાક્ષસ કહ્યા…??
Fact Check By: Yogesh KariaResult: Missing Context
