પોલીસ પર થયેલા હુમલાના જૂના ફોટો મુઝફ્ફરનગરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર થયેલા હુમલાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Coronavirus Partly False રાષ્ટ્રીય I National

Vadodariyu નામના ફેસબુક પેજ દ્વારા 2 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, A sub-inspector and three constables were injured when some people attacked them while they were trying to enforce lockdown in Morna area in Muzaffarnagar. Need to Strict law 🙏🙏 🛑મિત્રો જો પોસ્ટ ગમે તો લાઈક  અને શેર અચુક કરજો. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #tpov_ #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #jantacurfew #pmmodi #relieffund #vmc #gujarat #anand #lockdown #jamnagar #ahmedabad #covid19 #ramnavmi #zeenews #supremecourt #coronavirus #corona. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો તાજેતરમાં લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના મોરના ખાતે લોકો દ્વારા પોલીસ પર કરવામાં આવેલા હુમલાના છે. આ પોસ્ટને 299 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 10 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 173 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.04.06-20_12_32.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો તાજેતરમાં લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના મોરના ખાતે લોકો દ્વારા પોલીસ પર કરવામાં આવેલા હુમલાના છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને ત્રણેય ફોટોને સર્ચ કરતાં અમને આ ત્રણેય ફોટોની માહિતી મળી હતી. જે નીચે મુજબ છે.

Photo 1

પોસ્ટમાં મૂકવામાં આવેલો પ્રથમ ફોટો અમને hindi.news18.com દ્વારા 2 એપ્રિલ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના મોરનામાં લોકડાઉન દરમિયાન એકઠી થયેલી ભીડને સમજાવવા માટે પહોંચેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે પોલીસકર્મી દરેગા લેખરાજ અને સિપાહી રવિ કુમાર ઘાયલ થયા હતા. જેમાં બંનેની હાલત ગંભીર જણાતાં બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

screenshot-hindi.news18.com-2020.04.06-20_41_38.png

Archive

પ્રથમ ફોટો પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે સાચો સાબિત થાય છે. 

Photo 2 or Photo 3

અમારા આગળના સંશોધનમાં બીજો અને ત્રીજો ફોટો અમને ગુગલ રિવર્સ ઇમેજ દ્વારા સર્ચ કરતાં mirror.co.uk દ્વારા 22 જૂન, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થયા હતા. જેમાં આ બંને ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના ઉત્તરપ્રદેશના કાનપુર શહેરની છે. જ્યાં જાગૃતિ હોસ્પિટલમાં એક કિશોરી સાથે ઇન્ટેસિવ યુનિટમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ સમાચાર સાંભળ્યા પછી ક્રોધે ભરાયેલા ટોળા દ્વારા હોસ્પિટલમાં હંગામો કરવામાં આવ્યો હતો. આ હંગામા વ્ચે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક પોલીસ અધિકારીને લાત મારીને નીચે પાડી દેવાતાં તે બેહોશ થઈ ગયો હતો. જે સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

image3.png

Archive

આજ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. 

screenshot-aajtak.intoday.in-2020.04.06-22_30_16.png

aajtak.intoday.in | thesun.co.uk

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ત્રણ ફોટોમાંથી એક જ ફોટો પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી સાથે સત્ય સાબિત થાય છે. બાકીના બંને ફોટો વર્ષ 2017 માં ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે બનેલી ઘટનાના છે. જેને કોરોના વાયરસ કે લોકડાઉન સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ત્રણ ફોટોમાંથી એક જ ફોટો પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી સાથે સત્ય સાબિત થાય છે. બાકીના બંને ફોટો વર્ષ 2017 માં ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે બનેલી ઘટનાના છે. જેને કોરોના વાયરસ કે લોકડાઉન સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:પોલીસ પર થયેલા હુમલાના જૂના ફોટો મુઝફ્ફરનગરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર થયેલા હુમલાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Partly False