શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે...? જાણો શું છે સત્ય...
Pallavi Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગ્રુપ એડમિનને 2 દિવસ માટે જૂથ બંધ રાખવા વિનંતી છે, કારણ કે જો કોઈ પણ ભૂલથી કોરોના ઉપર જોક કરે તો પણ, કલમ, 68, ૧ 140૦ અને ૧88 મુજબ પોલીસ એડમિન અને ગ્રુપના સભ્યો સામે કાર્યવાહી કરી શકે છે. દરેક વ્યક્તિ મુશ્કેલીમાં હોઈ શકે છે. તેથી હું જરૂરી પગલાં લેવા જૂથ એડમિનનું ધ્યાન દોરું છું. પ્રિય બધા, બધા માટે આદેશ: આજે રાતે 12 (મધ્યરાત્રિ) પછી દેશભરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. આ અપડેટ મુજબ, સરકાર વિભાગ સિવાય અન્ય કોઈ નાગરિકને કોરોના વાયરસ સંબંધિત કોઈ અપડેટ પોસ્ટ કરવા અથવા આગળ વહેંચવાની મંજૂરી નથી અને તે શિક્ષાપાત્ર ગુનો છે. ગ્રુપ સંચાલકોને ઉપરોક્ત અપડેટ પોસ્ટ કરવા અને જૂથોને જાણ કરવા વિનંતી છે.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 20 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગ્રુપમાં કોઈ કોરોના અંગે જોક્સ કરશે તો ગ્રુપ એડમિન અને સભ્યો સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “कोरोना पर अगर किसीने जोक्स भेजा तो ग्रुप एडमिन और सभ्यो पर फरियाद होगी |” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામ પરથી અમને PIB દ્વારા તેમના ટ્વિટરના ઓફિશિયલ ફેક્ટ ચેક એકાઉન્ટ પરથી આ મેસેજ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “સરકાર દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં આવ્યા નથી. આ એક માત્ર અફવા જ છે.”
PIB ફેક્ટ ચેકના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર પણ આ માહિતી શેર કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં આવ્યા નથી, લોકોને ભ્રામક કરવા આ પોસ્ટ શેર કરામાં આવી રહી છે.
Title:શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે...? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False