વર્ષ 2018 માં આગ્રા ખાતે બનેલી ઘટનાનો જૂનો ફોટો ગુજરાતના નામે ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર રસ્તા પર બેઠેલી એક વૃદ્ધ મહિલાનો ઓક્સિજનની બોટલ સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા પર ઓક્સિજનની બોટલ સાથે બેઠેલી વૃદ્ધ મહિલાનો આ ફોટો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 માં ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે એક હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની રાહ જોતી એક વૃદ્ધ મહિલાનો છે. આ ફોટોને કોરોના વાયરસ કે ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nand Dangar નામના ફેસબુક યુઝર દ્વારા 20 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આત્મનિર્ભર ગુજરાત… રજરતુ ગુજરાત… તળપ્તું ગુજરાત… ધ્રુજતુ ગુજરાત… તોય વિજયભાઈ કયે મોજમાં છે મારુ ગુજરાત… આમ આદમી પાર્ટી વોર્ડ નંબર ચાર ઉપપ્રમુખ નંદાભાઈ ડાંગર. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા પર ઓક્સિજનની બોટલ સાથે બેઠેલી વૃદ્ધ મહિલાનો આ ફોટો ગુજરાતનો છે.

screenshot-www.facebook.com-2021.04.21-18_21_58.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને hindi.news18.com નામની વેબસાઈટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 7 એપ્રિલ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના વર્ષ 2018 માં આગ્રા ખાતે બની હતી. રુનકતાની રહેવાસી અંગુરીદેવીને શ્વાસની તકલીફ થતાં આગ્રાના એક ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને ઓક્સિજનની બોટલ લગાવવામાં આવી હતી. ત્યાર બાદ તેમને વોર્ડમાં શિફ્ટ થવાનું કહેવામાં આવતાં વોર્ડ ત્યાંથી દૂર હોવાથી મા અને દીકરો બંને આ ટ્રોમા સેન્ટરની બહાર જ લાંબા સમય સુધી એમ્બ્યુલન્સની રાહ જોઈ રહ્યા હતા એ સમયનો આ ફોટો છે.

screenshot-hindi.news18.com-2021.04.21-18_35_37.png

Archive

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ ઉપરોક્ત માહિતી સાથે મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. amarujala.com | naidunia.com 

આજ માહિતી સાથેના સમાચાર Oneindia Hindi દ્વારા પણ 7 એપ્રિલ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 માં ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે એક હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની રાહ જોતી એક વૃદ્ધ મહિલાનો છે. આ ફોટોને કોરોના વાયરસ કે ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:વર્ષ 2018 માં આગ્રા ખાતે બનેલી ઘટનાનો જૂનો ફોટો ગુજરાતના નામે ખોટી માહિતી સાથે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •