શું ખરેખર કુલદિપ સિંહ ચાંદપુરીનું હાલમાં નિધન થયુ છે…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. જેમાં ત્રણ ફોટો શેર કરવામાં આવી રહ્યી છે. જેમાં કુલદિપ સિંહ ચાંજપુરીની એક ફોટો છે. એખ સની દેઓલની બોર્ડર ફિલ્મની તસ્વીર છે. અને એક ઈન્ડિયન આર્મીની ગ્રુપ ફોટો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામા આવી રહ્ય છે કે, “વર્ષ 1971 યુદ્ધના હિરો કુલદિપ સિંહ ચાંદપુરીનું હાલમાં નિધન થયુ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કુલદિપ સિંહ ચાંદપુરીનું નિધન 17 નવેમ્બર 2018ના મોહાલીની હોસ્પિટલમાં કેન્સરની સારવાર દરમિયાન થયુ હતુ. 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Paresh Vasoya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વર્ષ 1971 યુદ્ધના હિરો કુલદિપ સિંહ ચાંદપુરીનું હાલમાં નિધન થયુ છે.”

Facebook | Fb post archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Indiatoday નો તારીખ 17 નવેમ્બર 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વર્ષ 1971ના યુદ્ધના હિરો કુલદિપ ચાંદપુરીનું પંજાબના મોહાલીમાં કેન્સરની સારવાર દરમિયાન મોત થયુ.

ઈન્ડિયા ટુડે | સંગ્રહ

તમામ મિડિયા સંસ્થાનો દ્વારા આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં હિન્દુસ્તાન ટાઈમ્સ, એનડીટીવી, નેશનલહેરાલ્ડઈન્ડિયા, સહિતના મિડિયા હાઉસ દ્વારા આ માહિતી પ્રસારિત કરવામાં આવી હતી.

NDTV દ્વારા 18 નવેમ્બર 2018ના કુલદિપસિંહ ચાંદપુરીના જીવન અંગેનો વિસ્તૃત અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો. 

એનડીટીવી | સંગ્રહ

પંજાબ કેસરી દ્વારા કુલદિપ સિંહ ચાંદપુરીની અંતિમયાત્રા અંગેનો પણ વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કુલદિપ સિંહ ચાંદપુરીનું નિધન 17 નવેમ્બર 2018ના મોહાલીની હોસ્પિટલમાં કેન્સરની સારવાર દરમિયાન થયુ હતુ. હાલમાં તેમનું નિધન થયાની વાત તદ્દન ખોટી છે. 

Avatar

Title:શું ખરેખર કુલદિપ સિંહ ચાંદપુરીનું હાલમાં નિધન થયુ છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Misleading